Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

થરાદ: વાવ તાલુકાના દર્શન કરી પરત ફરતા અજાણ્યા ઈસમોએ ટેક્ષી ચાલક પર તીક્ષણ હથિયારથી જીવલેણ હુમલો કરતા ફરિયાદ

થરાદ:વાવ તાલુકાા યાત્રાધામ ઢીમા ભગવાનના દર્શન કરવાનું બહાનું બતાવી ટેક્ષી ભાડે કરી દર્શન કરીને પરત ફરતા અજાણ્યા ઈસમ દ્વારા ટેક્ષીચાલક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ફરાર થઈ જતા થરાદવાવ પંથકમાં ચકચાર વ્યાપી ગઈ હતી.

બનાવની વિગત એવી છે કે થરાદ તાલુકાના મેઘપુરા ગામના વતની અને વર્ષોથી થરાદ ખાતે રહેતા શંકરભાઈ પ્રજાપતિ પોતે રસોયાનું કામકાજ કરતો હોઈ સોમવાર સાંજે વેદલા ગામે રસોડું પતાવી પોતાની ટેક્ષી લઈ થરાદ રેફરલ હોસ્પિટલ પાસે ઉભા હતા ત્યારે એક અજાણ્યા ઈસમે આવીને કહેલ કે મારે ભગવાન શામળાના દર્શન કર્યા સિવાય હું ભોજન લેતો નથીજો તમો તમારી ટેક્ષી લઈને ઢીમા આવો તો હું રૃા. 500 ભાડું આપીશ જેથી શંકરભાઈ પ્રજાપતિ દયા ખાઈને ટેક્ષી લઈ અજાણ્યા ઈસમને ઢીમા ખાતે દર્શન કરવા લઈ ગયા. દર્શન કરીને પરત ફરતા અજાણ્યા ઈસમની દાનત બગડતા ઢીમાથી થરાદ નર્મદા કેનાલ પાસે આવતા અજાણ્યા ઈસમે તીક્ષ્ણ હથિયાર કાઢી શંકરભાઈના ગળાના ભાગે મારતા શંકરભાઈ લોહીલુહાણ થતા તાત્કાલિક ગાડીને બ્રેક મારી ઉભી રાખતા અજાણ્યો ઈસમ ગાડીમાંથી ઉતરીને ભાગી જતા શંકરભાઈ પાછળ દોડયાપરંતુ રાત્રીના સમયનો લાભ લઈ અજાણ્યા ઈસમ ભાગવામાં સફળ થયો હતો. ત્યારબાદ તરત જ શંકરભાઈ સારવાર માટે પોતે સરકારી દવાખાને આવેલ અને તેમના સગાસંબંધીઓને જાણ કરતા દવાખાને લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. જે અંગે શંકરભાઈએ થરાદ પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહી છે.

(5:44 pm IST)