Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

વરઘોડાના વિરોધ મામલે મેવાણીની ચક્કાજામની ચીમકી, ૧૮મીએ દલિત સંમેલન

મોડાસાના ખંભીસર, પ્રાતિજના સીતવાડા અને કડીના લહોર ગામે દલિતોના વરદ્યોડાનો થઈ રહેલો વિરોધ તેમ જ બહિષ્કારને લઈ દલિત નેતા તથા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

 આ દરમ્યાન મેવાણીએ કહ્યું કે 'આ ઘટનાઓ ગુજરાત માટે શરમજનક છે. આ પ્રકારની ઘટનાઓ બનવા છતાં મુખ્ય પ્રધાન દલિતોના મિત્ર બન્યા નથી. મુખ્ય પ્રધાને કોઈ અપીલ પણ કરી નથી. વરદ્યોડાની ઘટનાઓ બની ત્યાર બાદ એક પણ પ્રધાન, મુખ્ય પ્રધાન, ગૃહપ્રધાન અને ડીજીપીએ ગામની મુલાકાત પણ લીધી નથી.

ડીવાયએસપી ફાલ્ગુની પટેલ સામે એટ્રોસિટી અને આઇપીસી મુજબ ગુનો દાખલ કરો તેમ જ ફાલ્ગુની પટેલને સસ્પેન્ડ કયાર઼્ નથી. ડીવાયએસપી સામે ફરિયાદ માટે ખંભીસર ગામના લોકો પોલીસ સ્ટેશન અને એસપી ઓફિસના ધક્કા ખાય છે. આ માટે અમે સુપ્રીમ સુધી લડી લઈશું અને ચક્કાજામ કરવા પડે તો એ પણ કરીશું. ૧૮ અને ૨૨મીએ સાણંદના નાની દેવતી ગામ અને કડીના ગામે દલિત સંમેલન યોજવામાં આવશે.

(3:23 pm IST)