Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

મોડાસાના ખંભીસર ગામમાં વરઘોડા વિવાદમાં બે લોકોની ધરપકડ : અન્યની શોધખોળ ચાલુ

દાદાગીરીના વિડિઓ અંગે ફાલ્ગુની પટેલે કહ્યું કાર્યવાહી થશે તેમાં સાથ આપીશ.

અરવલ્લીના મોડાસાના ખંભીસર ગામમાં દલિતોના વરઘોડા મામલે ભારે વિવાદ થયો હતો. જેમાં પથ્થરમારો થતાં 10થી વધુ લોકોને ઈજા થઈ હતી. આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડીવાયએસપી ફાલ્ગુની પટેલે જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે ભાવેશ પટેલ અને હસમુખ પટેલની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીઓ માટે શોધખોળ ચાલુ છે

 સમગ્ર મામલે સમજાવટ દરમિયાનનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ડીવાયએસપી ફાલ્ગુની પટેલની દાદાગીરી સામે આવી હતી. આ મામલે તપાસના આદેશ પણ અપાયા છે. જ્યારે આ વીડિયો મામલે પૂછતાં ફાલ્ગુની પટેલે જણાવ્યું હતું કે, જે કાર્યવાહી થશે તેમાં સાથ આપીશ.

આ વીડિયોમાં DySP અનુસૂચિત જાતિના અગ્રણીને ધમકાવતા હોય તેવું દેખાઈ રહ્યું હતું. વીડિયોમાં ફાલ્ગુની પટેલે જાહેરમાં અપશબ્દો બોલ્યા હતાં. આ ઘટના બાદ સમાજ દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. સાથે જ જિલ્લા પોલીસ વડા અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી હતી.

(2:00 pm IST)