Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

પાટણ: રસુલપરામાં શૌચાલયમાં લાખોનું કૌભાંડ; સહાયની રકમ બરોબર ચાઉં !

લાભાર્થીઓના ઘરે શૌચાલય બને તે પહેલાં તેમની જાણ બહાર બારોબાર સહાયની રકમ ઉપડી જતા દેકારો

 

સરકાર દ્વારા સ્વચ્છતા જળવાઈ રહે તેવા હેતુથી ઘરે ઘરે શૌચાલયની યોજના અમલી બનાવાઈ છે ત્યારે લાભાર્થીઓને સરકારી સહાયની રકમ મળે તે પહેલાં તેમની જાણ બહાર બારોબાર ઉપડી જતા મસ મોટું શૌચાલય કૌભાંડ બહાર આવ્યું છે હારીજ તાલુકાના રસુલપુરામાં કૌભાંડ ખુલતા તપાસનો દોર ધમધમતો થયો છે

 દરેક જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શૌચાલય બનાવવા માટે લાભાર્થીઓને સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવે છે ત્યારે હારીજ તાલુકાના રસુલપુરા ગામે વર્ષ 2017-18માં 37 લાભાર્થીઓએ ઘરે ઘરે શૌચાલય બનાવવા ફોર્મ ભર્યા હતા. ત્યારે તેમના ઘરે શૌચાલય બને તે પહેલાં તેમની જાણ બહાર બારો બાર સહાયની રકમ ઉપડી જતા ભારે આશ્ચર્ય સાથે લાભાર્થીઓમાં દેકારો બોલી જવા પામ્યો છે .

  રસુલપુરા ગામે ઘરે ઘરે શૌચાલયની સરકારી યોજના અંતર્ગત 37 લાભાર્થીઓએ યોજનાનો લાભ મેળવવા ફોર્મ ભર્યા હતા. પરંતુ શૌચાલય બન્યા પહેલા લાભાર્થીઓની જાણ બહાર બારો બાર સહાયની મસ મોટી રકમ રૂપિયા 4,44,000 ઉપડી જવા પામ્યા છે. જે મામલે મહિલા સરપંચને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, મામલે અમને કાઈ ખબર નથી અધિકારીઓ ગામમાં શૌચાલય બન્યા હોવાની તપાસ માટે આવતા મારા પુત્રની સહાયની રકમ પણ બારો બાર ઉપાડી ગયા હોવાનું માલુમ પડ્યું હતું અને ત્યાર બાદ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવવા પામ્યું હતું તેવો બચાવ કર્યો હતો.

(12:45 am IST)