Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

પાણીના અભાવે રાજ્યમાં ઉનાળુ ડાંગરના ઉતારામાં ગાબડું:15 દિ" માં મણે 100નો કડાકો:ખેડૂતોમાં રોષ

બજારમાં એકસામટી માલની આવક થતા ભાવમાં ઘટાડો

અમદાવાદ:રાજ્યમાં ઉનાળુ ડાંગરની કાપણી ચાલી રહી છે. આગામી અઠવાડિયા સુધી કાપણીની પ્રક્રિયા ચાલશે.જો કે વર્ષે સિંચાઈ માટે નર્મદાનુ પાણી મળતા ડાંગરના પાકમાં વીધે 70 મણને બદલે 25 મણ પાકનો ઉતારો બેસતો હોવાનુ ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતોને વીધે 45 મણની ઉત્પાદન ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. તેવામાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.

   ખેડૂતોના જણાવ્યા મુજબ શરૂઆતમાં પંદરેક દિવસ માટે મણે 360 થી 390 ડાંગરનો ભાવ મળ્યો હતો જ્યારે હાલમાં મણે.260 થી 320 સુધીનો ભાવ મળી રહ્યો છે. મણે 70 નો ભાવ ઓછો મળી રહ્યો હોવાથી ડાંગરનો પાક ખેતરમાં રાખી મૂકવાની ખેડૂતોને ફરજ પડી છે. સારા ભાવ મળે ત્યાં સુધી તેમણે રાહ જોવી પડશે.

   ખેડૂતોનુ કહેવુ છે કે બજારમાં એક સામટા માલની આવકને લઈને ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. એક બીજુ ડાંગરનો ઉતારો ઓછો છે અને બીજી તરફ ભાવ પણ પુરો મળતા ખેડૂતો બેહાલ બન્યા છે. ખેડૂતોની માગણી છે કે તેમને મણે 360 થી 390 મળવા જોઈએ.

(10:01 pm IST)