Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

દાહોદમાંથી રૂપિયા ૧૦૦૦ અને પ૦૦ના દરની ૧૪ લાખની જૂની નોટો સાથે ૩ શખ્‍સોની ધરપકડ

દાહોદઃ શહેરના તાલુકા પંચાયત રોડ પરથી સ્કૂટરમાં લઈ જવાતી જૂની ચલણી નોટો સાથે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય પાસેથી ત્રણ મોબાઇલ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

ગોધરાના આરઆર સેલે મંગળવારે 14 લાખ 80 હજારની જૂની રૂ.1000 અને રૂ.500ની ચલણી નોટો પકડી હતી.

ત્રણેય લોકો તાલુકાપંચાયત રોડ પરથી સ્કૂટરમાં જૂની નોટો લઈ જતા હતા ત્યારે બાતમીના આધારે ગોધરાના આરઆરસેલે તેમની અટકાયત કરી તપાસ કરતા નોટો મળી આવી હતી.

હાલમાં જ રાજકોટમાંથી 1.69 કરોડ રૂપિયાની કિંમતથી વધુની જૂની ચલણી નોટો જપ્ત કરવામાં આવી હતી, જેમાં 1000ના દરની જૂની 7185 નોટો અને 500ના દરની 19,485 નોટો હતી. પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી હતી.

રૂ. 1000 અને રૂ. 500ની જૂની નોટો કેન્દ્ર સરકાર દ્વારા અમાન્ય જાહેર કરાયાનાં એક વર્ષ બાદ પણ હજી આવી નોટો મળવાનો સિલસિલો યથાવત્ છે. થોડા સમય પહેલાં ભાવનગર અને સુરેન્દ્રનગરના સાયલા ગામમાંથી એલસીબીની ટીમે જૂની નોટો જપ્ત કરી હતી.

(7:30 pm IST)