Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કલોલના ચાંદિસણામાં નજીવી બાબતે યુવાન પર ચપ્પુથી હુમલો

કલોલ:ના ચાંદીસણામાં નજીવી બાબતમાં યુવક પર ચપ્પાથી હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદને આધારે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે. કલોલ તાલુકાના ચાંદીસણા ગામે રહેતો મુકેશજી બળદેવજી ઠાકોર ગામની સીમમાંથી ટ્રેક્ટર લઇને જતો હતો તે વખતે ગામના જ ધુળાજી ધનાજી ઠાકોર, મેહુલજી પરથુજી ઠાકોર અને હમીરજી રામાજી ઠાકોરે આવીને ટ્રેક્ટર ઉભુ રખાવી મેહુલે કહ્યું કે તુ મારી પત્નિને કેમ ફોન આપે છે. તેમ કહી મુકેશને ટ્રેક્ટરમાંથી નીચે પાડી દઇ લાકડીઓથી અને ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ આ ઘટનામાં ઉશ્કેરાઇ ગયેલા હમીરજીએ પોતાના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી મુકેશના ડાબા પગ ઉપર ઘા માર્યા હતા. મુકેશની બૂમાબૂમથી આસપાસમાંથી લોકો દોડી આવતા હુમલાખોર ત્રણ શખ્સો ભાગી છુટયા હતા. ઇજાગ્રસ્ત મુકેશજી ઠાકોરની ફરિયાદને આધારે કલોલ તાલુકા પોલીસે ધુળાજી ઠાકોર, મેહુલજી ઠાકોર અને હમીરજી ઠાકોર વિરૃદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે. ગામમાં બનેલી આ ઘટના બાદ દોડધામ મચી ગઇ હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

(5:41 pm IST)