Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ગાંધીનગરમાં હવસખોર વૃધ્ધે બાળકીને બીભત્સ કલીપ બતાવી શારીરિક અડપલાં કરતા ચકચાર

ગાંધીનગર:શહેરના નવા સેકટરમાં દાદાની ઉંમરના વૃધ્ધે આઠ વર્ષની બાળકીને બિભત્સ ક્લીપ દેખાડયા બાદ તેણી સાથે શારીરિક અડપલાં કર્યા હતા અને હેબતાઈ ગયેલી બાળકીએ મોડી રાત્રે માતાને આ ઘટના અંગે જાણ કર્યા બાદ આડોશી-પાડોશીએ વૃધ્ધને મેથીપાક ચખાડયો હતો અને આ સંદર્ભે સે-૭ પોલીસ સ્ટેશનમાં વૃધ્ધ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વૃધ્ધની ધરપકડ કરી લીધી છે. આ શરમજનક ઘટનાના પગલે ગાંધીનગરના ભદ્ર સમાજના વૃધ્ધ સામે રોષ ભભુકી ઉઠયો છે. પાડોશમાં જ રહેતાં વૃધ્ધે બાળકીને બગીચામાં રમાડવાના બહાને તેણી સાથે કૃત્ય આચર્યુ હતું. સમાજમાં છેલ્લા થોડા સમયથી નાની બાળકીઓ સાથે શારીરિક અડપલાંના કિસ્સાઓ વધી રહયા છે તેમાં પરીચીત વ્યક્તિઓેજ આવી માસુમ બાળકીઓની નિર્દોષતાનો લાભ લઈ દુષ્કૃત્ય આચરતાં હોય છે. ગાંધીનગર શહેરમાં પણ નવા સેકટરમાં આવી જ એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે.

(5:41 pm IST)