Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ઓછા વ્યાજે લોન આપવાની લોભામણી જાહેરાત કરી વડોદરાની મહિલાએ 8 ગ્રાહકો પાસેથી 80 લાખ પડાવી લીધા

વડોદરા:ઓછા વ્યાજે કરોડોની લોન અપાવવાને બહાને લાખોની પ્રોસેસિંગ ફી ઉઘરાવી શીવધારા કંપનીની મહિલા ડાયરેક્ટરે અનેક ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા તેની ધરપકડ કરાઇ છે. તમિલનાડુમાં પોલીટેકનિક કોલેજ ધરાવતા નાગરાજનને વડોદરાના એજન્ટ નટવરભારતી ચંદુભારતી ગોંસાઇ (રહે.સુરભિ પાર્ક, આજવારોડ)નો સંપર્ક થતા તેણે રૃા.૨૫ કરોડની લોન માટે અલકાપુરીના સેન્ટર પોઇન્ટમાં શીવધારા ચંદન ફિન સર્વ પ્રા.લિ.નામની કંપની ધરાવતા ડાયરેક્ટર જૈમિકા વિમલ અલીવાલા (રહે.આમ્રકુંજ ડુપ્લેક્સ, ખોડિયારનગર ચારરસ્તા,ન્યુ વીઆઇપી રોડ)નો સંપર્ક કરાવ્યો હતો.તેમની પાસે પ્રોસેસિંગ ફીના રૃા.૨૦ લાખ પડાવ્યા હતા પરંતુ લોન અપાઇ નહતી. ગોત્રી ના પીએસઆઇ પીએન જાડેજાએ મહિલા ડાયરેક્ટરની ધરપકડ કરતા નટવરભારતી ગોસાઇ, બીનીતા, જયેશ પટેલ, ભૈરોસિંહ અને ગજેન્દ્ર જાદવ જેવા એજન્ટ અને કર્મચારીઓ તેની સાથે સંકળાયેલા હોવાની વિગતો ખૂલી છે.જેમને ફી માંથી ૧૦ ટકા કમિશન અપાતુ હતુ.
 

(5:40 pm IST)