Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

અમદાવાદમાં પુરપાટ ઝડપે જતી મર્સીડીઝે અનેક વાહનોને ટક્કર મારતા ચાલક ઈજાગ્રસ્ત

અમદાવાદ:માં લોકો બેફામ વાહનો હંકારતા હોવાથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે. આજે રાત્રે સોલા ઓવરબ્રિજ પર પૂર ઝડપે આવી રહેલી મર્સીડીઝ કારના ચાલકે અનેક વાહનોને ટક્કર મારી હતી અને બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ પલટી ખાઇ ગઇ હતી. લોકોએ કાર ચાલકને લોહી લુહાણ હાલતમાં બહાર કાઢ્યા હતા. કાર ચાલક દારૃના નશામાં હોવાની શંકા સેવાઇ રહી છે.

સોલ ઓવરબ્રિજ પર આજે રાતે પૂર ઝડપે આવી રહેલી મર્સીડીઝ કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમવતાં અનેક વાહનોને ટકકર મારી હતી. એટલું જ નહી કાર ધડાકાભેર ડિવાઇડર સાથે અથડાતાં કાર પલટી ખાઇ ગઇ હતી. આ બનાવના પગલે એસજી હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. એકઠા થયલો લોકોએ કારને સીધી કરીને કારમાં ફસાયેલા કાર ચાલકને લોહી લુહાણ હાલતમાં બહાર કાઢ્યા હતા.

મળતી માહિતી મુજબ કાર ચાલક બોડકદેવ વિસ્તારમાં સન એન્ડ સ્ટેપ ક્બલ પાસે રહેતા દેવેદ્રભાઇ દેસાઇ હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવની જાણ થતાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને કાર ચાલક સામે ગુનો નોધવાની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિ થયેલી નથી.

(5:39 pm IST)