Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

વિસનગરના ભાન્ડુમાં તળાવમાં ડૂબી જતા મહિલા સગર્ભા મોતને ભેટી

વિસનગર:તાલુકાના ભાન્ડુ ગામના તળાવમાં ડુબી જતાં ગર્ભવતી મહીલાનું મોત નિપજયુ હતુ. ગર્ભવતી મહિલાના મોતને પગલે ગામ સહીત પંથકમાં શોકની લાગણી છવાઈ હતી. ભાન્ડુ ગામ ખાતે રહેતા સતીષજી જુજારજી ઠાકોરની રર વર્ષીય પત્ની સોનલબેન ઠાકોરને પાંચ મહીનાનો ગર્ભ હતો. આ મહીલા મંગળવાર સવારે ગામના તળાવમાં કપડા ધોવા ગઈ હતી. ત્યારે પાણીમાં પગ લપસી જતા તળાવમાં ડુબી હતી. જો કે આ અંગેની જાણ ત્યાંથી પસાર થતા લોકોને થતા તાત્કાલીક ગ્રામજનો સહીત પરિવાર દોડી આવ્યો હતો. અને ગર્ભવતી સોનલબેનને બહાર કાઢી હતી. અને રીક્ષામાં ગામની ટ્રસ્ટ સંચાલીત હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જો કે ત્યાંથી મહેસાણા સીવીલમાં હાઈવે પર લઈ જવામાં આવી રહી હતી ત્યારે સામેથી૧૦૮ આવી જતા મહિલાને મહેસાણા સીવીલમાં ખસેડાઈ હતી. જયાં તેણીનુ મોત નિપજયુ હતુ. આ અંગેની જાણ વિસનગર તાલુકા પોલીસ મથકે થતા પોલીસ ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી હતી.

(5:39 pm IST)