Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

દાંતા તાલુકા નજીક પાણીની મુખ્ય કેનાલમાં ભંગાણ આવતા હજારો લીટર પાણી વેડફાયું

દાંતા:તાલુકાના આંબા ઘાંટા નજીક ધરોઈની મુખ્ય પાઈપલાઈન છેલ્લા ઘણા સમયથી પાઈપલાઈન ક્ષતિગ્રસ્ત થતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી હતી. સરકારના જળસંચય અભિયાનનો ફિયાસ્કો બોલાવી રહી હોય તેમ દાંતા તાલુકાના આંબા ઘાંટા નજીક ધરોઈની મુખ્ય પાઈપલાઈન ક્ષતિગ્રસ્ત છે અને જેને લીધે હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે ત્યારે ઘણા સમયથી આ પાઈપલાઈન ક્ષતિગ્રસ્ત હોવા છતાં આ પાઈપલાઈનનું સમારકામ કરાયું નથી. જેને લીધે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ધરોઈથી જે પાઈપલાઈન નીકળી અને પીવાના પાણીની પાઈપલાઈનમાં બનાસકાંઠામાં આવે છે તે જે દાંતા તાલુકાના આંબા ઘાંટા નજીક એક સમ્પ બનાવાયો છે અને આ સમ્પમાંથી ૧૩૩ જેટલા ગામડાઓને પાણી પુરું પાડવામાં આવે છે. બનાસકાંઠાના કાર્યાલય પાલનપુર શહેરમાં પણ આ ઘરોનું પીવાનું પાણી પુરું પાડવામાં આવે છે ત્યારે આંબા ઘાંટા નજીક બે સમ્પ બનાવાયો છે .જેમાં એક અત્યારે બિલકુલ ખંડેર હાલતમાં છે. અહીંયા કોઈ નથી ડયુટી ઉપર અથવા તો કોઈ નથી ચોકીદાર. અહીંયા જે પાઈપ લાઈનો છે તે પણ સડી ગઈ હોવાની સ્થિતિમાં જોવા મળી રહી છે.

(5:38 pm IST)