Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ડીસામાં પેપ્સી બનાવતી ફેકરીમાં ફૂડ વિભાગના દરોડાથી વેપારીમાં ફફડાટ

ડીસા:માં આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે પેપ્સી બનાવતી ફેક્ટરીમાં દરોડો પાડયો હતો અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ આ પેપ્સીની ફેક્ટરીમાંથી સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠામાં અખાદ્ય ચીજવસ્તુઓ વેચાણ કરતા વેપારીઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ આંખ લાલ કરી છે ત્યારે ડીસાના રાજપુર અમનપાર્ક સોસાયટી વિસ્તારમાં રજવાડી પેપ્સીની ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ જિલ્લા વિભાગના પી.એસ. પટેલ તથા બી.બી. પ્રજાપતિ અને તેમની ટીમે દરોડા પાડયા હતા. જ્યારે આ ફેક્ટરીમાં અખાદ્ય પેપ્સીનું વેચાણ કરતો હોવાની બાતમી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બાતમી મળી હતી. જે આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ તેમની ટીમ સાથે દરોડો પાડી આ ફેક્ટરીમાંથી પેપ્સીના સેમ્પલ લઈ વધુ કારય્વાહી હાથ ધરી હતી. આ રીતે બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડાથી અખાદ્ય ચીજવસ્તુઓ વેચાણ કરતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

(5:38 pm IST)