Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

આણંદ: બોરીયાવી તેમજ પેટલાદમાંથી વરલી મટકાનો જુગાર રમતા પાંચ ઈસમોની અટકાયત

આણંદ: તાલુકાના બોરીયાવી અને પેટલાદ શહેરમાંથી વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમી રમાડતાં પાંચ શખ્સો ઝડપાઈ જવા પામ્યા હતા જેમની પાસેથી કુલ ૩૫૪૦ની રોકડ રકમ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

 

મળતી વિગતો અનુસાર એલસીબી પોલીસે બોરીયાવી ગામે આવેલા ભોઈવાસના નાકા પાસે છાપો મારીને મહેન્દ્ર ઉર્ફે લાલો તળસીભાઈ ભોઈને વરલી મટકાનો જુગાર રમાડતાં ઝડપી પાડીને ૨૩૬૦ની રોકડ રકમ જપ્ત કરી હતી જ્યારે પેટલાદ શહેર પોલીસે બસસ્ટેન્ડ પાછળ આવેલા જેત્રાના વડ પાસે વરલી મટકાનો જુગાર રમી રમાડતાં લાલાભાઈ મફતભાઈ દરબાર (પેટલાદ), માજીદ ઉસ્માનભાઈ

શેખ (વાંઘરોલી), ચિકાભાઈ નાગજીભાઈ કોળી પટેલ (પાનગઢ)તથા રત્નાભાઈ દીતાભાઈ ડામોર (પેટલાદ)ના ઝડપાઈ જવા પામ્યા હતા જેમની પાસેથી રોકડા ૧૧૮૦ મળી આવતાં તે જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.

(5:38 pm IST)