Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ઉત્તમ કારકિર્દીનો શ્રેષ્ઠ વિકલ્પ ''કોલેજ ઓફ સેફટી એન્ડ ફાયર ટેક્નોલોજી''

અમદાવાદઃ ઔદ્યોગિક વિકાસ અને વૈશ્વિકરણના પગલે આજે આપણા દેશમાં વિવિધ ઉદ્યોગોએ વિકાસની હરણફાળ ભરી છે. છેલ્લા વર્ષોમાં ઘણાં નવા શૈક્ષણિક ક્ષેત્રોનો ઉદ્દવ થયેલ છે, જેવા કે એન્જીનીયરીંગ, આઈ.ટી.આઈ, ફેશન ડીઝાઈનીંગ, કોમ્યુનીકેશન વગેરે આ કામોમાં એક નવો અને વિદ્યાર્થીઓને રોજગારીની વિપુલ તકો અને ઉત્તમ કારકિર્દી ઘડતર માટેનો એક માત્ર શ્રેષ્ઠ વિકલ્પ એટલે ફાયર અને સેફટી.

વૈશ્વિકરણ અને સરકારી પ્રોત્સાહનોના કારણે આજે ગુજરાત પેટ્રોલિયમ, ફાર્માસ્યુટીકલ અને ઓટોમોબાઈલ તેમજ કન્સ્ટ્રકશન જેવા ઔદ્યોગિક ક્ષેત્રોનું હબ બન્યું છે. તેવા સમયમાં આ દરેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ઉદ્યોગોમાં કુશળ અને આધુનિક ટેક્નોલોજીનથી શ્રેષ્ઠ શિક્ષણ પામેલા નિપુણ ફાયર ઓફિસરોની નિમણુંક કરવામાં આવે છે. પરંતુ આ પ્રકારના વિદ્યાર્થીઓની તીવ્ર અછતના કારણે ઘણી બધી જગ્યાઓ ખાલી રહે છે. ઔદ્યોગિક અકસ્માતનું જોખમ સંપૂર્ણપણે નિવારવા માટે માટે પ્રમાણમાં ઈન્ડસ્ટ્રીયલ સેફટીમાં વિશિષ્ટ તાલીમ પામેલા કુશળ વ્યવસાયિકોની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ ક્ષેત્રે ખુબ જ જરૂરિયાત રહે છે.

(3:57 pm IST)