Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

મિસ ઇન્ડિયા-ગુજરાતનો તાજ વડોદરાની અનુષ્કા લુહારે જીત્યો :હવે મિસ ઇન્ડિયામાં કરશે રાજ્યનું પ્રતિનિધિત્વ

ફાયનલ રાઉન્ડમાં ત્રણ યુવતીઓ હતી જેમાં અનુષ્કાની સ્પીચ અને વાતચીતની કળાને ધ્યાનમાં રાખીને પસંદ કરાઈ

વડોદરા :વડોદરાની 20 વર્ષીય અનુષ્કા લુહારે મિસ ઇન્ડીયા ગુજરાતનો તાજ જીત્યો છે. આગામી 20 જુને મુંબઇ ખાતે યોજાનાર મિસ ઇન્ડીયા સ્પર્ધામાં અનુષ્કા લુહાર ગુજરાતનું પ્રતિનિધત્વ કરશે. વડોદરાની એમ.એસ.યુનિ.માં બાયોલોજીની વિદ્યાર્થીની અનુષ્કા લુહારે તાજ જીત્યો છે. આ સ્પર્ધાના ફાયનલ રાઉન્ડમાં 3 યુવતીઓ હતી, જે પૈકી અનુષ્કાની સ્પીચ અને વાતચીત કરવાની કળાને ધ્યાનમાં રાખીને મિસ ઇન્ડીયા ગુજરાત તરીકે તેની પસંદગી કરાઇ હતી.
  અનુષ્કાએ ગત વર્ષે યોજાયેલી મિસ ઇન્ડીયા ગુજરાતમાં પણ ભાગ લીધો હતો. જો કે તે ફાયનલ રાઉન્ડ સુધી પહોંચી શકી ન હતી.તેણે આ વર્ષે ફરી વાર સ્પર્ધામાં ઝંપલાવ્યું હતું. અનુષ્કા લુહાર હવે આગામી 20 જુને યોજાનાર મિસ ઇન્ડીયા સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનીધિત્વ કરશે. આ સ્પર્ધામાં દેશભરમાંથી 30 યુવતીઓ ભાગ લેશે.

(12:06 pm IST)