Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

સુરતના લીંબાયતમાં મોડીરાત્રે યુવકની કરપીણ હત્યા: હત્યારા ઝડપાઇ નહીં ત્યાં સુધી લાશનો કબ્જો લેવા પરિવારનો ઇન્કાર

એક જ સપ્તાહમાં ત્રીજી હત્યાથી ભયનો માહોલ :યુવકે પોતાનો જીવ જોખમમાં હોવાની પોલીસમાં અરજી આપી હતી

સુરતનાં લીંબાયત વિસ્તારમાં મોડી રાત્રે એક યુવાનની કરપીણ હત્યા થતા ચકચાર મચી હતી. લિંબાયત વિસ્તારમાં જ માત્ર એક સપ્તાહમાં આ ત્રીજી હત્યાથીલોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

  આ અંગે જાણવા મળતી વિગત મુજબ સુરતનાં લિંબાયત વિસ્તારમાં રહેતા એક યુવાને અગાઉ પોલીસમાં અરજી કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, પોતાના જીવને જોખમ છે આખરે મંગળવારની મોડી રાત્રે અજાણ્ચા શખ્સોએ હથિયાર વડે હુમલો કરી યુવાનની હત્યા કરી નાસી છૂટ્યા હતા.યુવાનની હત્યાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

    મૃતક યુવાનની લાશને ખાનગી હોસ્પિટલમાં ખસેડી જ્ચાં સુધી હત્યારાઓ ઝડપાય નહીં ત્યાં સુધી લાશનો કબજો લેવાનો પરિવારજનોએ ઈન્કાર કરી દીધો હતો. એક જ વિસ્તારમાં માત્ર એક સપ્તાહનાં ગાળામાં ત્રીજી હત્યાથી પોલીસની સુરક્ષાનાં લીરે લીરા ઉડાવી રહેલાં અસામાજીક તત્વો જાણે પોલીસને ચેલેન્ચ ફેંકી રહ્યાં હોય તેવું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

(11:56 am IST)