Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

સુરતમાં ગાડી પાર્ક કરવા મુદ્દે ૧૦ શખ્‍સોઅે અેક યુવકને લોખંડની સાંકળ વડે ઢોરમાર માર્યોઃ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

સુરતઃ વરાછા વિસ્તારમાં પાર્કિગ કરવાના મામલે યુવકને ઢોર માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જો કે આ માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને ઢોર માર મારનાર ૧૦ શખ્‍સોની પોલીસે શોધખોળ આદરી છે.

ઘટનાની વિગત અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં ગાડી પાર્ક કરવા મામલે બોલાચાલી થઈ હતી. જેમાં એક યુવકને 10થી વધુ શખ્સોએ ઢોર માર માર્યો હતો. જેમાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.  આ યુવકેને લોખંડની સાંકળ વડે માર મારવામાં આવ્યો હતો. જેથી આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગીતાંજલી રોડ પર આવેલા કોમ્પલેક્ષમાં આ ઘટના બની હતી.

જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેથી પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફુટેજ મેળવીને તપાસ હાથ ધરી છે.

(7:28 pm IST)