Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

રાજ્યમાં કોરોના નિરંકુશ : અમદાવાદ-સુરતમાં બેફામ બન્યો : રોજ નવા રેકોર્ડબ્રેક કેસ : આજે નવા રેકોર્ડબ્રેક 8920 પોઝિટિવ કેસ : વધુ 3387 દર્દીઓ સ્વસ્થ થયા : 94 દર્દીઓના મોત : કુલ મૃત્યુઆંક 5170 થયો : કુલ 3,29,781 લોકોએ કોરોનાને હરાવ્યો : વધુ 1,31,826 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 2898 કેસ, સુરતમાં 1920 કેસ, રાજકોટમાં 759 કેસ, વડોદરામાં 600 કેસ, મહેસાણામાં 330 કેસ, જામનગરમાં 314 કેસ, ભાવનગરમાં 197 કેસ, ભરૂચમાં 173 કેસ,ગાંધીનગરમાં 142 કેસ, જૂનાગઢમાં 135 કેસ, પાટણમાં 125 કેસ, નવસારીમાં 117 કેસ,બનાસકાંઠામાં 110 કેસ, અમરેલીમાં 92 કેસ, દાહોદમાં 91 કેસ, કચ્છમાં 89 કેસ, આણંદમાં 81 કેસ, કેસ, પંચમહાલમાં 79 કેસ, તાપીમાં 78 કેસ, સુરેન્દ્રનગરમાં 69 કેસ, નર્મદામાં 67 કેસ, સાબરકાંઠામાં 66 કેસ, મહીસાગરમાં 62 કેસ, મોરબીમાં 55 કેસ, વલસાડમાં 52 કેસ, ખેડામાં 46 કેસ,બોટાદમાં 40 કેસ નોંધાયા : હાલમાં 49,737 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે  છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 5000ને પાર પહોંચ્યા છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસની સંખ્યા 6 હજારને પાર પહોંચી હતી અને બાદમાં 7 હજારના આંકને વટાવ્યા બાદ આજે સૌથી વધુ રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આજે રાજ્યમાં 8920 નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ 3387 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા રેકોર્ડબ્રેક 8920 કેસ નોંધાયા છે જયારે વધુ 3387 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ  3,29,781 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 94  દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 5170 થયો છે છે  રાજ્યમાં રિકવરી રેટ 85,73 ટકા  થયો છે

 રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશનમાં 24, રાજકોટ કોર્પોરેશનમાં 8 ,વડોદરા કોર્પોરેશનમાં 8, રાજકોટમાં 5,મોરબીમાં 4,સુરેન્દ્રનગરમાં 3, ડાંગમાં 2,જામનગરમાં 2,જામનગરમાં કોર્પોરેશનમાં 2,સાબરકાંઠામાં 2,સુરતમાં 2, અમદાવાદમાં 1,દેવભૂમિ દ્વારકામાં 1,મહીસાગરમાં 1`,મહેસાણામાં 1,પંચમહાલમાં 1,વડોદરામાં 1,વલસાડમાં 1 મળીને કુલ 94 લોકોના મોત  નિપજ્યા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5170 થયો છે  

    રાજ્યમાં હાલ 49,737 એક્ટિવ  કેસ છે, જેમાંથી 283 લોકો વેન્ટિલેટર પર અને 49,454 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 3,29,781 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં કોરોનાની સારવાર માટે કોવીડ હોસ્પિટલોમાં વધુ 12,000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જેમાં બેડ અને વેન્ટિલેટર તેમજ આઈસીયુનો પણ સમાવેશ થાય છે

   રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થયેલ છે, બીજા તબક્કામાં પણ રસીકરણ પૂર્ણ થયું છે , અત્યાર સુધીમાં કુલ 87,11,085 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 13,02,796 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે આમ કુલ 1,00,881 રસીકરણના અપાય છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

  રાજ્યમાં આજે  60 વર્ષર્થી વધુની ઉંમર વાળાને અને 45 થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોના રસી અપાઈ હતી 74,100 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 47,571 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું હતું

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 8920 કેસમાં અમદાવાદમાં 2898 કેસ,સુરતમાં 1920 કેસ, રાજકોટમાં 759 કેસ ,વડોદરામાં 600 કેસ, મહેસાણામાં 330 કેસ, જામનગરમાં  314 કેસ, ભાવનગરમાં 197 કેસ, ભરૂચમાં 173 કેસ,ગાંધીનગરમાં 142 કેસ,જૂનાગઢમાં 135 કેસ, પાટણમાં 125 કેસ,નવસારીમાં 117 કેસ,બનાસકાંઠામાં 110 કેસ, અમરેલીમાં 92 કેસ, દાહોદમાં 91 કેસ, કચ્છમાં 89 કેસ, આણંદમાં 81 કેસ, કેસ,પંચમહાલમાં 79 કેસ , તાપીમાં 78 કેસ,સુરેન્દ્રનગરમાં  69 કેસ,નર્મદામાં 67 કેસ,સાબરકાંઠામાં 66 કેસ,મહીસાગરમાં 62 કેસ,મોરબીમાં 55 કેસ,વલસાડમાં 52 કેસ,ખેડામાં 46 કેસ,બોટાદમાં 40 કેસ નોંધાયા છે

(8:17 pm IST)