Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં સાત શહેરોના આઈ.એમ.એ. પ્રમુખ-હોદ્દેદારો સાથે કોરોના નિયંત્રણ અંગે ઇ-સંવાદ યોજાયો

કોરોના મહામારી સામેનો જંગ જીતવા સરકારને જરૂરી તમામ સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં IMAના હોદ્દેદારો

અમદાવાદ : ગુજરાતમાં કોરોના મહામારી સામેનો જંગ જીતવા મુખ્ય સાત શહેરોના ઇન્ડિયન મેડિકલ એસોશિએશન-IMAના હોદ્દેદારોએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીને જરૂરી તમામ સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી તેના મુખ્ય અંશો આ મુજબ છે 
રાજકોટ :
રાજકોટમાં IMAના ૧૨૦ જેટલા તબીબો સમરસ કોવિડ હોસ્પિટલમાં સેવા આપવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદ :
કોવિડને હરાવવા મહામારીમાંથી બહાર આવવા અમદાવાદ IMAના હોદ્દેદારોએ જરૂરી તમામ સહયોગ આપવાની સરકારને ખાતરી આપી છે.
સુરત :
સુરત શહેરમાં સરકારના સહયોગથી ઓક્સિજનની વ્યવસ્થા ગોઠવાઇ છે. આરોગ્ય કર્મીઓ અને IMAના તબીબો સાથે મળીને આપણે સુરતને કોરોના મુક્ત બનાવીશું.
વડોદરા :  
IMAના મોટા ભાગના તબીબો કોવિડ કેર સેન્ટરની સુવિધા આપી રહ્યા છે. હાલમાં IMAના શહેરમાં સેવારત તબીબોની યાદી તૈયાર કરીને પણ જિલ્લા કલેક્ટરશ્રીને આપશે જેથી જરૂર પડે ત્યારે સેવા લઇ શકાય
આણંદ :
આણંદ જિલ્લામાં IMAના કુલ ૪૫૦ જેટલા તબીબો વહીવટી તંત્ર સાથે સતત સંકલનમાં રહીને કોરોનાના દર્દીઓને સેવા આપી રહ્યા છે.
મહેસાણા :
IMAના મહેસાણાના પ્રમુખે કોરોનાના દર્દીઓની સેવા માટે જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ સહયોગ કરવાની ખાતરી આપી હતી. મહેસાણામાં હાલ કુલ ૧૩૦૦ બેડની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરકારના પ્રયાસોથી જિલ્લામાં ઓક્સિજનના પુરવઠાની તકલીફ ઓછી થઈ છે.
કચ્છ :  
ભૂજ-કચ્છમાં IMAના કુલ ૨૦૦ જેટલા તબીબો કોરોનાના દર્દીઓ માટે સેવા આપવાની તૈયારી દર્શાવી છે. IMA દ્વારા હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવશે જેથી કોરોનાના દર્દીઓને જરૂરી માર્ગદર્શન પણ આપી શકાય. IMAના હોદ્દેદારોએ જિલ્લા વહીવટી તંત્ર સાથે મળીને કચ્છને કોરોના મુક્ત બનાવવાનો સંકલ્પ પણ કર્યો હતો.

(7:54 pm IST)