Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાસદ-બોરસદ રોડ નજીક સીમમાં વોચ ગોઠવી 17 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે આઇશર ટેમ્પા ચાલકને ઝડપવામાં આવ્યો

આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે વાસદ-બોરસદ રોડ ઉપર આવેલા કંથારીયા ગામની સીમમાં વોચ ગોઠવીને ૧૭ લાખનો વિદેશી દારૂ ભરેલા આઈશર ટેમ્પા સાથે ચાલકને ઝડપી પાડીને કુલ ૩૨.૭૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

પોલીસે તપાસ કરતાં ડાંગરના કોથળાના ભુંસાની આડમાં છુપાવેલી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. જેની હેરાફેરી અંગે ડ્રાયવર પાસે લાયસન્સની માંગણી કરતાં તેની પાસે નહી હોવાનું જણાવ્યું હતુ. પોલીસે તેનું નામઠામ પુછતાં તે રાજસ્થાનનો હનુમાનરામ ધમનારામ જાટ હોવાનું જણાવ્યું હતુ. તેની પાસેથી મોબાઈલ ફોન, રોકડ રકમ મળી આવતાં પોલીસે કુલ ૩૨.૭૮ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વિદેશી દારૂનો જથ્થો તે ક્યાંથી લાવ્યો અને ક્યાં લઈ જવાનો હતો તે અંગે પુછપરછ કરતાં ઈન્દોરથી રાજસ્થાનના રાજુભાઈએ વિદેશી દારૂનો જથ્થો ભરાવીને રાજકોટ જવાનું જણાવ્યું હોવાની કબુલાત કરી હતી. જેના આધારે પોલીસે બન્ને વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(5:35 pm IST)