Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

વડોદરાના છાણી વિસ્તારમાં વ્યાજ વસૂલવા દંપતીનું અપહરણ કરનાર ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરના  છાણી વિસ્તારમાં રહેતા કોન્ટ્રાક્ટર પાસે મહિને 10 ટકા વ્યાજ વસૂલવા ધાક-ધમકી આપી પતિ પત્નીનું અપહરણ કરનાર ત્રણ વ્યાજખોરોને પોલીસે ઝડપી પાડયા છે.

છાણીના દ્વારકેશ બંગ્લોઝમાં રહેતા અને કન્સ્ટ્રકશનનું કામ કરતા નિલેશ પટેલે તબેલો બનાવવા માટે રૂ.2.75 કરોડની લોન લેવા રૂ.3 લાખનો ખર્ચ કર્યો હતો. જે રકમ તેમણે મિત્રો પાસે ઉછીની લીધી હતી તેમજ કેટલાક દાગીના પણ વેચ્યા હતા.

મિત્રો રકમ પાછી માંગતા નિલેશભાઈએ વાઘોડિયા રોડના અજય ભરવાડ મારફતે ગના ભરવાડ નો સંપર્ક કર્યો હતો અને સ્કોર્પિઓ કાર ગીરવે મૂકી 10 ટકા વ્યાજે રૂ.80 હજાર લીધા હતા. શરૂઆતના ચાર મહિના રૂ.8000 લેખે વ્યાજ ચૂકવવા બાદ બે મહિના વ્યાજ નહીં ચૂકવતા ગુજરાતી ગના ભરવાડ તેમજ વિરાજ પુરોહિતે નિલેશ પટેલ અને તેના પત્નીનું અપહરણ કર્યું હતું અને હોટલમાં ગોંધી રાખ્યા હતા. જ્યાં અજય ભરવાડ પણ આવ્યો હતો અને પતિ પત્નીને ધાક ધમકી આપ્યા હતા.

(5:25 pm IST)