Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

કોરોના મહામારીમાં મોઘવારીએ માઝા મુકીઃ વિટામીન સી યુક્ત નારંગી-મોસંબી સહિતના ફ્રુટના ભાવમાં વધારોઃ ૧૦ કિલોના ૬૦૦ થી ૧૨૦૦ રૂપિયા

અમદાવાદઃ હાલ દેશ અને દુનિયાભરમાં કોરોનાની બીજી લહેરને કારણે હાહાકાર મચ્યો છે. ભલે કોરોનાની વેક્સીન આવી ગઈ હોય તેમ છતાં કોરોનાના નવા સ્ટ્રેઈનના કારણે હવે કોરોના પહેલાં કરતા વધારે ઘાતક સાબિત થઈ રહ્યો છે. એવામાં ડોક્ટરો વીટામીન સી યુક્ત આહાર અને ફળોનું સેવન કરવાની સલાહ આપી રહ્યાં છે. ત્યારે વેપારીઓ હવે આવા કપરાં કાળમાં લૂટ વચાવી રહ્યાં છે. કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લોકો કોરોનાથી બચવા વિટામિન સી જે ફ્રૂટ માંથી મળતા હોય તે ખાવાય છે.

જેના કારણે અમદાવાદ ફ્રૂટ માર્કેટમાં નારંગી અને મોસંબી ના ભાવ આસમાને પોહચ્યા છે. હાલ ફ્રૂટ માર્કેટમાં મોસંબીના ભાવ 10 કિલોના 1100 થી 1200 રૂપિયા બોલાઈ રહ્યાં છે.  1 અઠવાડિયા પહેલાં આ જ મોસંબીનો 10 કિલોનો ભાવ 600થી 700 રૂપિયા હતો. જ્યારે નારંગી ના ભાવ માં પણ ધરખમ વધારો આવ્યો છે.

કફર્યૂને કારણે ભાવ વધ્યોઃ

ફ્રૂટ માર્કેટના વેપારીઓનું કહેવું છે કે આ ભાવ આગળથી જ વધી ને આવે છે. કોરોના કાળમાં બીજી લહેરને અટકાવવા માટે સરકારે જે કરફ્યૂ આપ્યો છે તેની અસર પણ ધંધા પર પડી રહી છે. કફર્યૂને કારણે ફળોના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

કોરોના કાળમાં ફળોની માગ વધતા ભાવ વધ્યો

વર્ષોથી ફ્રૂટનો વેપાર કરતા વેપારીઓનું એમ પણ કહેવું છેકે, કોઈપણ ધંધો હોય એમાં ડિમાંડ અને સપ્લાહનો નિયમ લાગૂ પડતો હોય છે. હાલ કોરોનાને કારણે ફળોની માગ વધી રહી છે. વેપારીઓ પાસે પુરતો જથ્થો આવતો નથી. એવામાં ફ્રૂટની માગ વધવાને કારણે તેની કિંમતમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

વિટામીન સી યુક્ત ફળો ખાવા તબીબોની સલાહ

કોરોના વાયરસ સામે લડવા માટે આપણાં શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવી ખુબ જ જરૂરી છે. એવામાં વીટામીન સી યુક્ત ખોરાકનું સેવન આપણાં ઈમ્યુનીટી સિસ્ટમને મજબૂત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એજ કારણ છેકે, તબીબો પણ હાલની સ્થિતિમાં લોકોને વીટામીન સી યુક્ત ફળોનું સેવન કરવાની સલાહ આપે છે.

(4:39 pm IST)