Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

સરકાર સાચા અને પારદર્શી આંકડા બહાર પાડેઃ હાઇકોર્ટ

આજે ફરી ગુજરાત સરકારનો કાન આમળતી ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદ તા. ૧૬: ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થયા બાદ ગુજરાત હાઇકોર્ટ રાજ્ય સરકારને સતત આડેહાથ લઇ રહી છે. અત્યાર સુધમાં બે વખત સરકારની ઝાટકણી કાઢ્યા બાદ આજે પણ સરકારનો કાન આમળતા સરકારને સાચા અને પારદર્શી આંકડાઓ બહાર પાડવા હાઇકોર્ટે આદેશ આપ્યો છે.

હાઇકોર્ટે આજે સરકારને એવું પણ જણાવ્યુ હતું કે તે એવા પગલા લે છે કે જેથી લોકોનો વિશ્વાસ સંપાદન થઇ શકે. હાઇકોર્ટે સરકારને એવું પણ જણાવ્યું હતું કે, કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ઓકિસજન અમે રેમડેસિવીરની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે.

ગુજરાત હાઇકોર્ટે આ બધી વ્યવસ્થા ૧૯મી સુધીમાં પૂરી કરી લેવા આદેશ આપી વધુ સુનાવણી ૨૦મી તારીખ ઉપર મુલત્વી રાખી હોવાનું જાણવા મળે છે.

હાઇકોર્ટે સરકારને એવું પણ જણાવ્યું હતું કે, હોસ્પિટલોમાં બેડની સ્થિતિ અંગે લોકોને સરળતાથી માહિતી મળી રહે તે માટે તે એક વેબ પોર્ટલ પણ બનાવે.

(4:07 pm IST)