Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

પાટણના સિધ્ધપુર મુકિતધામમાં ર દિવસમાં ૧૧૧ની અંતિમ વિધીઃ પ કલાકનુ વેઇટીંગ

ગેસની ર ભઠ્ઠીઓ બળીને ખાખ

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા.૧૬ : પાટણ જીલ્લામાં કોરાનાએ રૂદ્ર સ્વરૂપ ધારણ કરતા સમગ્ર જીલ્લો સંક્રમણમાં આવી ગયો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરોમાં કોરાનાએ ભંયકર સ્વરૂપ ધારણ કરતા લોકો ભયના ઓથાર હેઠળ આવી ગયા છે.

ખરી કરૂણતા તો આજે અગ્નિ સંસ્કારના મુકિતધામોમાં કરૂણતા જોવા મળી રહી છે મોત પછીએ સ્વ.ને પાંચ-પાંચ કલાકનો વેઇટીંગમાં સ્વજનોને મૃત્ય દેહ લઇ લાઇનમાં ઉભા રહેવાની કરૂણતા જણાઇ રહી છે.

પાટણ જીલ્લાના સિધ્ધપુર ખાતે છેલ્લા બે દિવસથી ૧૧૧ થી વધુ મૃત્યુ દેહોના અગ્નિ સંસ્કાર થવા પામ્યાની હકિકતો બહાર આવી છે.

સિધ્ધપુર મુકિતધામમાં અગ્નિ સંસ્કાર માટે પાંચ કલાકનું વેઇટીંગ લીસ્ટ ચાલી રહ્યું છે ઠેર-ઠેરથી સ્વજનો મૃત્યદેહોને લઇ સિધ્ધપુર મુકિતધામમાં ર૪ કલાક આપી રહ્યા છે.

સતત અગ્નિ સંસ્કાર ચાલુ રહેતા બે ભઠ્ઠી બળીને ખાખ થઇ જવા પામી છે. ગેસથી ચાલતી આ ભઠ્ઠીઓ બળીને ખાખ થઇ જતા જેને લઇને મૃત્યદેહોના અગ્નિ સંસ્કાર માટે પાંચથી ૬ કલાક સુધી વેઇટીંગમાં સ્વજનોને બેસી રહેવું પડે છે.

હજુ પરિસ્થિતિ ઘણી વધુ વકરી રહી છે. ટ્રસ્ટીઓ પણ જીલ્લા સત્તાવાળાઓ સાથે સતત મિટીંગો કરી રહ્યા છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી અગ્નિ સંસ્કાર કરવા અપિલ કરાઇ રહી છે.

કોરાનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે સમગ્ર જીલ્લામાં બેકાબુ બનેલો કોરાનાએ ખાનગી અને સરકારી હોસ્પીટલોમાં હાઉસ ફુલના પાટીયા લાગ્યા છે રેમડેસિવર ઇન્જેકશનની અછત વર્તાઇ રહી છે. દવાઓના સ્ટોક ખુટી પડયો છે. ઓકસીજનની અછત વર્તાઇ રહી છે ત્યા સમશાનમાં પણ અગ્નિ સંસ્કાર આપવા માટે લાઇનમાં ઉભા રહેવું પડે છે. કરૂણાભરદ્રશ્યો સામે આવી રહ્યા છે.

(4:07 pm IST)