Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

નાડોદા રાજપૂત સમાજનો પ્રેરક નિર્ણયઃ સામાજીક પ્રસંગો મૂલત્વી

રાજકોટઃ કોરોના મહામારીના કારણે રાધનપુરથી અમદાવાદ સુધીના તમામ વિસ્તારના નાડોદા રાજપૂત સમાજની મીટીંગ જૂજ લોકોની હાજરીમાં શંખેશ્વર મુકામે મળી આ મિટિંગમાં સર્વાનુમતે ઠરાવ પસાર થયેલ કે આવી પરિસ્થિતિમાં કોઇ સારા કે માઠા પ્રસંગો સમાજના રિવાજ પ્રમાણે સતી વિધિ સરકારની ગાઇડલાઇન મુજબ કરવાની રહેશે સમાજમાં સામાજિક લગ્ન પ્રસંગો સદંતર બંધ રાખવા અપીલ કરેલ. સમગ્ર સમાજ તમામ પોતાના કાર્યક્રમો રદ કરી કોરોના મહામારીમાં સેવાકાર્ય શરૂ કરેલ છે. ચમનભાઇ સિંધવની આગેવાનીમાં રાધનપુર, વિરમગામ નાડોદા રાજપૂત સમાજના સામાજીક આગેવાન કાર્યકર્તાઓની બેઠકમાં આવા પ્રેરક નિર્ણય લેવાયા હતા. સમાજના આગેવાનોએ ચાર ટીમ બનાવી અને રાધનપુર અને વિરમગામ વચ્ચેના રાજપૂત સમાજના ગામડાઓમાં પ્રસંગ કરતા લોકોને મળી અને સમજાવટથી કામ લેવા નકકી કરેલ. તેનું પોઝિટિવ પરિણામ પણ મળેલ છે અત્યાર સુધી જેસડા, શંખેશ્વર, ટુવડ, કુવારદ, માલનપુર, વડગામ, વરમોર, બુબવાણા ગામોમાંથી સમાજના આગેવાનોની સમજાવટ અને પ્રસંગ કરતા સમાજ હિતેચ્છુઓએ સ્વયંભુ રીતે પ્રસંગ મુલતવી રાખેલ છે.આ કામગીરીને અખિલ ગુજરાત નાડોદા રાજપૂત સમાજના પ્રમુખ માવજીભાઇ ડોડીયાએ બીરદાવેલ.

(3:18 pm IST)