Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

દૈનિક ઓકિસજન વપરાશ ૭૬૦ મેટ્રીક ટને પહોંચ્યો : નિકાસ બંધ કરવાની વિચારણા

તા. ૧ માર્ચે રોજિંદી માત્ર ૫૦ મેટ્રીક ટનની જરૂરીયાત હતી

રાજકોટ તા. ૧૬ : રાજ્યમાં કોરોનાના દર્દીઓ એકધારા વધતા ઓકિસજન વપરાશ સતત વધી રહ્યો છે. દર્દીઓ માટેના ઓકિસજન વપરાશમાં અવિરત વધારો થતા ઓકિસજનની અછત થવાના એંધાણ વર્તાય રહ્યા છે. અન્ય રાજ્યોને અપાતો ઓકિસજન બંધ કરવાનું સરકાર વિચારી રહ્યાનું જાણવા મળે છે.

ગયા માર્ચના પ્રારંભે કોરોનાના દર્દીઓની સંખ્યા રાજ્યમાં રોજ ઘટીને ૨૦૦થી ૨૫૦ વચ્ચે થઇ જતા ઓકિસજન વપરાશ સરેરાશ ૫૦ મેટ્રિક ટન જેટલો હતો. અત્યારે દર્દીઓની સંખ્યા ૮ હજારથી વધી જતા ઓકિસજન વપરાશમાં ધરખમ વધારો થયો છે. ગઇકાલે ૭૬૦ મેટ્રિક ટન ઓકિસજન વપરાયો હતો. તે અત્યાર સુધીનો સૌથી વધુ વપરાશ છે. રાજ્યમાં રોજના ૧ હજાર મેટ્રિક ટન ઉત્પાદનની ક્ષમતા છે. ક્ષમતા તાત્કાલિક વધારી શકાય તેમ નથી. અન્ય રાજ્યોને રોજ ૧૦૦થી ૧૫૦ મેટ્રિક ટન ઓકિસજન અપાય છે તેમાં કાપ મુકવા અથવા બંધ કરવા વિચારાઇ રહ્યું છે.

(12:59 pm IST)