Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં અને જયદેવ સોનાગરાના માર્ગદર્શન સાથે SGVP ગુરુકુલમાં ICSE બોર્ડની માહિતી સભર ચોજાયેલ ઓન લાઇન પરિસંવાદ

વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ICSE ખૂબજ ઉપયોગી છે. અમદાવાદ તા. ૧6:  શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં અને જયદેવ સોનાગરાના માર્ગદર્શન સાથે SGVP ગુરુકુલમાં ICSE બોર્ડની માહિતી સભર ઓન-લાઇન પરિસંવાદ યોજાયો હતો, જેમાં ગુરુકુલના સંતો અને અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શા. માધવપ્રિયદાસજી સ્વામીએ એક વર્ષ સતત એસજીવીપી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સેવા કરનાર ડોક્ટરો અને  એક વર્ષ સતત SGVP ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓને ઓન લાઇન શિક્ષણ આપી રહેલ શિક્ષકોને અભિનંદન આપ્યા હતા.

   આ પ્રસંગે SGVPના એજ્યુકેશનલ ડાઇરેક્ટર શ્રી જયદેવભાઇ સોનાગરાએ જણાવેલ કે આ SGVP ઇન્ટરનેશનલ સ્કુલ, SGVPના અધ્યક્ષ  શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે ચાલી રહેલ છે. અમદાવાદ શહેરની પ્રતિષ્ઠિત ICSE બોર્ડને અનુસરતી શાળાઓમાં SGVP ઇન્ટરનેશનલ સ્કુલનો સમાવેશ થાય છે. જેમાં ભારત ઉપરાંત ૨૫ દેશોના ૧૬૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ સંસ્કાર-સભર શિક્ષણ મેળવી રહ્યા છે. CBSE બોર્ડને કેન્દ્રીય બોર્ડ ગણવામાં આવે છે જ્યારે ICSE બોર્ડને રાષ્ટ્રીય બોર્ડ ગણવામાં આવે છે. ICSE બોર્ડનો અભ્યાસ ક્રમ આંતરરાષ્ટ્રીય અભ્યાસ ક્રમને મળતો આવે છે.

   ICSE બોર્ડનો અભ્યાસક્રમ વિદ્યાર્થીલક્ષી છે. આ બોર્ડમાં ધોરણ ૭ પછીથી બાળકોને રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર શીખવાડવામાં આવે છે. ભારતમાં અમેરિકન એક્રેડીટેશન પ્રાપ્ત કરનાર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ છારોડી સર્વ પ્રથમ SGVP ઇન્ટરેશનલ સ્કુલ છે.   SGVP ઇન્ટરેશનલ સ્કુલને STUDY, SPORT, SPIRITUALITY માં આદર્શ સાકાર કરવામાં સફળતા પ્રાપ્ત કરતા, અમેરિકાના CITA બોર્ડની માન્યતા મળેલી છે. આ બોર્ડ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર શિક્ષણ પદ્ધતિઓ, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, સ્વાસ્થ્ય વગેરે અનેક પાસાઓની ચકાસણી કર્યા બાદ માન્યતા આપે છે.   અમેરિકા ઉપરાંત વિશ્વના ૧૨૦ દેશોમાં કાર્યરત CITA (કમિશન ઓફ ઇન્ટરનેશનલ એન્ડ ટ્રાન્સ-રીઝીઓનલ એક્રેડીટેશન) બોર્ડ છે.SGVP ઇન્ટરેશનલ સ્કુલને World class Institute તરીકે CITA ની પ્રમાણિતા સાથે SACS (Southern Association of colleges and schools) ની પણ માન્યતા મળેલ છે.                 

   SGVP ઇન્ટરેશનલ સ્કુલમાં કે.જી. થી ધો.૧૨ ધોરણના ૧૬૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ કરે છે. SGVP માં પોતાની વર્લ્ડ ક્લાસ AC હોસ્ટલ છે. જેમાં વિદ્યાર્થીઓ ભારતીય પરંપરાના સંસ્કાર-સભર આધુનિક શિક્ષણ મેળવી રહ્યા છે.  હોસ્ટેલનું સંચાલન શા. કુંજવિહારીદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે જાલમસિંહ, સુવા ઘનશ્યામભાઇ, કલ્પેશભાઇ પટેલ તથા ભરતભાઇ પટેલ વગેરે સંભાળી રહ્યા છે.

   SGVPમાં પ્રદુષણ રહિત વિશુદ્ધ પર્યાવરણ, પોષક અને સાત્વિક આહાર પુરા પાડતું ભોજનાલય છે. આંતરરાષ્ટ્રિય કક્ષાના ક્રિકેટ, ટેનિસ, બાસ્કેટબોલ, ફુ઼ટબોલ, વગેરે રમત ગમતના મેદાનો ઉપરાંત સ્વિમિંગ પુલ, હોર્સ રાઇડિંગ, સ્કેટિંગ તથા વિવિધ ઇન-ડોર રમતોની સુવિધાનો વિદ્યાર્થાઓ લાભ લે છે.SGVPમાં રાષ્ટ્રભકિતને અનુલક્ષીને રાષ્ટ્રીયપર્વ પ્રસંગે શહિદીઓના બાળકોને શિષ્યવૃત્તિ અપાય છે. શિયાળાની રાત્રીએ જરુરિયાત મંદોને ધાબળાં વિતરણ પણ કરવામાં આવે છે.

   SGVP માં વિરાજીત શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે ધરાવાતા ફળો અને મિઠાઇઓ SGVPના વિદ્યાર્થીઓ દ્વારા ગરીબોને, હોસ્પિટલોમાં વહેંચવામાં આવે છે.ખરેખર આ સંસ્થા ભારતીય સંસ્કૃતિની પૌરાણિક વિચારધારા અને આધુનિક વિચારધારામાં  સમન્વય કરવા માટે પુલ (સેતુ) રુપી કામ કરે છે.   SGVPમાં એજ્યુકેશનલ ડાઇરેક્ટર શ્રી જયદેવભાઇ સોનાગરા તથા રામસુખદાસજી સ્વામી નિઃસ્વાર્થપણે સ્કુલમાં સેવા આપી રહ્યા છે. જ્યારે શ્રીમતી પદ્મા કુમાર સ્કુલના પ્રિન્સીપાલ તરીકે તથા સહાયક તરીકે હેમલભાઇ પંડ્યા સુપેરે સ્કુલનું સંચાલન કરી રહ્યા છે.

(12:18 pm IST)
  • લોકડાઉનની અફવા ફેલાવનાર ટ્રાવેલ્સ સંચાલકની અટક ભરૂચમાં લોકડાઉનની અફવા ફેલાવનાર ટ્રાવેલ્સ સંચાલકની પોલીસે ધરપકડ કરી છે. લોકડાઉન થવાનું કહી પરપ્રાંતિય શ્રમજીવીઓની ટીકીટ બુક કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે. સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. access_time 6:29 pm IST

  • સીબીઆઈના પૂર્વ વડાનો કોરોનાએ જીવ લીધો : દેશની સર્વોચ્ચ જાસૂસી સંસ્થા સીબીઆઈના પૂર્વ વડા રણજીત સિંહાનું કોરોના પોઝીટીવ આવતા સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે : એમનો કોરોના ડીટેકટ થયા પછી ૨૪ કલાકમાં જ દિલ્હી ખાતે તેમનું અવસાન થતા ઘેરા શોકની લાગણી પ્રસરી છે access_time 12:54 pm IST

  • અમદાવાદ આરટીઓ કચેરીના બે ડઝનથી વધુ કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવ્યો છે : કચેરી બંધ થાય અથવા તો પ્રવેશબંધી થાય તેવી શકયતા access_time 1:14 pm IST