Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ખેડૂત વિરોધી હિન્દુ-મુસ્લિમ ભાગલા પાડનારી અને ખોટા વચનો આપનારી સરકાર: નવજોત સિદ્ધુના આકરા પ્રહાર

પેટ ખાલી-યોગા કરો,ખિસ્સા ખાલી-બેન્ક ખાતા ખોલાવો,જમવા ભોજન નથી અને શૌચાલય બનાવાય,વીજળી નથી અને ડીઝીટલ ઇન્ડિયાના સપના બતાવાય છે

 

કપરાડા(સુથારપાડા): લોકસભા ચૂંટણી માટે દરેક પાર્ટીઓ પોતાના સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે ઉતારી રહી છે, ત્યારે વલસાડ અને ડાંગ જિલ્લામાં પ્રચાર કરવા માટે આજે જાણીતા ક્રિકેટર અને શાયરીના શોખીન એવા નવજોત સિદ્ધુ કપરાડા તાલુકાના સુથારપાડા ગામે એક સભા સંબોધી હતી. જેમાં તેમણે નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મોદી સરકારને ખેડૂત વિરોધી સરકાર, હિન્દુ-મુસ્લિમ ભાગલા પાડનારી સરકાર અને ખોટા વચનો આપનારી સરકાર બનાવી લીધી હોવાનું જણાવી મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા.

કપરાડા તાલુકાના મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા સુથારપાડા ગામે હેલિકોપ્ટર મારફતે આવેલા સ્ટાર પ્રચારક નવજોત સિંહ સિદ્ધુને જોવા માટે અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વલસાડ અને ડાંગ જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર અર્થે આવેલા સીદ્ધુ પાજીએ જણાવ્યું કે, જ્યારથી મોદી સરકાર શાસનમાં આવી છે, ત્યારથી સમાચારો ખતમ થઈ ગયા છે. ખેડૂતો ખતમ થઈ ગયા છે. વ્યાપાર ખતમ થઈ ગયો છે. અને હવે ફરી પાછી જો સરકાર શાસનમાં આવશે તો નિશ્ચિતપણે દેશ ખતમ થઈ જશે.

અહીં મોદી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, મોદી સરકારમાં લોકોના પેટ ખાલી છે અને યોગા કરાવાય છે, ખિસ્સા ખાલી છે અને બેંકમાં ખાતું ખોલાવવું છે. જમવા માટે એક ટંક ભોજન નથી અને શૌચાલય બનાવાય છે. ગામડામાં વીજળી નથી ને ડિજિટલ ઇન્ડિયા બનાવવામાં આવી રહ્યું છે. દરેક કંપનીઓ વિદેશી છે અને મેક ઈન ઇન્ડિયા બનાવવામાં આવી રહ્યું છે. દિમાગમાં ધર્મ અને જાતિ અંગે ગંદકી છે અને સ્વચ્છ ભારતનું અભિયાન ચલાવાય છે. તેમણે સ્ટેજ ઉપરથી ચીમકી ઉચ્ચારી હતી કે, તમામ નેતાઓના કપડા નહી ઉતારી દઉં અને પોતડી નહીં છોડી પાડું તો નવજોત સિંહ સિદ્ધુ નહીં નરેન્દ્ર મોદી સરકારે બે કરોડ રોજગારી આપવાની વાત કરી હતી, પરંતુ જેવી સરકાર શાસનમાં આવી કે દર વર્ષે એક કરોડ દસ લાખ નોકરીઓ બંધ થઈ ગઈ છે.

વધુમાં તેમણે અહીં કહ્યું હતું કે, સરકાર પાસે જ્યારે કોઈ મુદ્દો બચતો નથી, ત્યારે લોકોને ગુમરાહ કરવાની વાત કરતી રહે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 1970માં એક ક્વિન્ટલ અનાજની કિંમત ખેડૂતો માટે 70 રૂપિયા હતી. જ્યારે નોકરી કરતા શિક્ષકોનો પગાર ૯૦ રૂપિયા હતો જ્યારે શાસનકાળમાં શિક્ષકોનો પગાર માં 500 ઘણો વધારો થયો છે અને ખેડૂતના ઉત્પાદનની કિંમતમાં માત્ર 19 ઘણો વધારો નોંધાયો છે.

(12:57 am IST)