Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ટેક્સ રિબેટ : મ્યુનિ તિજોરીમાં ૭૮ કરોડથી વધુની આવક થઇ

એડવાન્સ ટેકસ રિબેટ યોજના પાંચમી સુધી : કોર્પોરેશનની કરદાતાઓને રાહત આપતી આ યોજનામાં સૌથી વધુ નવા ઝોનમાંથી ૨૮.૫૪ કરોડ રૂપિયાની આવક

અમદાવાદ,તા. ૧૬ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા છેલ્લાં વીસ વર્ષથી પ્રોપર્ટી ટેકસના કરદાતાઓને જે તે નાણાકીય વર્ષના અંતિમ મહિનાઓમાં ચાલુ વર્ષ સિવાયનાં બાકી વર્ષોનો પ્રોપર્ટી ટેકસ ભરપાઇ કરવા બદલ ટેકસ વ્યાજમાં સો ટકા સુધીની રાહત અપાતી હતી. જોકે આ સ્કીમને ગત વર્ષે પ્રથમવાર જ બંધ કરાઇ હતી. આ ઉપરાંત ટેકસ સીલિંગ ઝુંબેશમાં પૂરેપૂરો ટેકસ ભરનાર નાગરિકની ઓફિસ કે દુકાનના સીલ ખોલાતાં હતાં. તેમજ બીએસએનએલ જેવી સરકારી ઓફિસોને પ્રથમવાર તાળાં મરાયાં હતાં. આ બધા કારણોસર ચાલુ વર્ષે એડ્વાન્સ પ્રોપર્ટી ટેકસ રિબેટ યોજનામાં મ્યુનિસિપલ તિજોરીમાં રૂ.૭૮.૪૮ કરોડ ઠલવાયા છે. અમ્યુકો તંત્ર દ્વારા જે તે નાણાકીય વર્ષના પ્રારંભમાં અગાઉથી પ્રોપર્ટી ટેકસની ભરપાઇ કરનાર કરદાતાઓને પ્રોપર્ટી ટેકસના બિલમાં દસ ટકાની રાહત અપાય છે. એડ્વાન્સ પ્રોપર્ટી ટેકસ રિબેટ યોજના તરીકે ઓળખાતી આ યોજનાને તંત્ર દ્વારા ચાલુ રખાઇ છે. ગત તા.પ એપ્રિલ, ર૦૧૯થી આ યોજનાને અમલમાં મુકાઇ હોઇ તેની અંતિમ તારીખ આગામી તા.પ મે, ર૦૧૯ છે. જોકે કરદાતાઓમાં ગત નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯ની તુલનાએ ચાલુ નાણાકીય ર્વષ ર૦૧૯-ર૦માં બમણાંથી વધારે ધસારો જોવા મળી રહ્યો છે. ગત નાણાકીય વર્ષમાં તંત્રએ ડિફોલ્ટર્સ સામે ભારે કડકાઇ દાખવતાં કરદાતાઓ એડ્વાન્સમાં પ્રોપર્ટી ટેકસ ભરવા ઉત્સુક બન્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ યોજના હેઠળ તંત્રને ગઇ કાલ સુધીમાં મધ્ય ઝોનમાંથી રૂ.૯.૯૦ કરોડ, ઉત્તર ઝોનમાં રૂ.૪.૪૮ કરોડ, દક્ષિણ ઝોનમાં રૂ.૬.૮૦ કરોડ, પૂર્વ ઝોનમાં રૂ.૭.ર૯ કરોડ, પશ્ચિમ ઝોનમાં રૂ.ર૧.૩૯ કરોડ અને નવા પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ રૂ.ર૮.પ૪ કરોડની આવક થઇ છે. ગત નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯ના આટલા સમયગાળામાં મ્યુનિસિપલ તિજોરીને માત્ર રૂ.૩૮.૯૪ કરોડની આવક થઇ હતી. જેની સામે ચાલુ વર્ષે રૂ.૭૮.૪૦ કરોડની આવક થઇ હોઇ ગત વર્ષની એપ્રિલની રૂ.૩૧૪.૧૯ કરોડની આવકને પણ આ વખતે પાર થઇને આશરે રૂ.૩પ૦ કરોડની આવક એપ્રિલમાં થાય તેવી શક્યતા છે.

(9:34 pm IST)
  • રાજકોટમાં વાતાવરણ એકદમ ગોરંભાયુઃ વિજળીના જોરદાર કડાકા-ભડાકા : ભારે વરસાદને લીધે પડધરીમાં કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયા : રાજકોટના પડધરીમાં ભારે વરસાદ : કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયાઃ ભારે પવનથી એક ઝાડ પણ તૂટી ગયાનું જાણવા મળે છે : પડધરીના ખાખડાબેલા ગામે તોફાની પવન સાથે ભારે વરસાદ ચાલુ : કરા પડતા મકાનની દિવાલ ધરાશાયી : ધ્રોલના લતીપર ગામે પણ ધોધમાર વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 4:12 pm IST

  • 48 કલાક સુધી જાહેર પ્રચાર ઉપર મુકાયેલા બાન બદલ બસપા સુપ્રીમો માયાવતીએ ચૂંટણી પંચ વિરુધ્ધ કરેલી અરજીને ફગાવી દેતી સુપ્રીમ કોર્ટ : આચારસંહિતાનો ભંગ કરતા નિવેદનો કરવા બદલ ચૂંટણી પંચે આજ સવારના 6 વાગ્યાથી 48 કલાક માટે માયાવતી ઉપર તથા 72 કલાક માટે યોગી આદિત્યનાથ ઉપર જાહેર પ્રચાર કરવા ઉપર બાન મુકેલ છે : યુ.પી.ના ચિફ મિનિસ્ટર યોગી આદિત્યનાથે મંદિરમાં જઈ હનુમાન ચાલીસાના પાઠ કર્યા access_time 11:57 am IST

  • " ફેક ન્યુઝ " : બોગસ વોટિંગ માટે બનાવટી આંગળીઓ વપરાઈ રહી છે : પોલીંગ બુથ ઉપર બેઠેલા અધિકારીઓએ શાહીનું નિશાન કર્યા પછી આંગળી ખેંચી જોઈ ખાતરી કરવી : સોશિઅલ મીડિયામાં ફેસબુક અને ટ્વીટર ઉપર વાઇરલ થઇ રહેલા ન્યુઝ માં દર્શાવાતો ફોટો જાપાનની ગેંગસ્ટર માટેનો છે : તેને ભારતની લોકસભાની ચૂંટણીઓ સાથે કંઈ લેવા દેવા નથી : ટાઈમ્સ ફેક્ટ ચેકનો અહેવાલ access_time 6:40 pm IST