Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

પોસ્ટમાસ્તરે જ પોસ્ટના ૧૫ લાખની કરી લીધેલી ઉચાપત

પોસ્ટમાસ્તર વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી : વેજલપુર પોલીસની મામલામાં તપાસ : પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રેકોર્ડની તપાસ કરાતા પર્દાફાશ

અમદાવાદ,તા.૧૬ : શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસના પોસ્ટર માસ્તર દ્વારા ખાતેદારોએ જમા કરાવેલા રૂપિયાની બારોબાર ઉચાપત કરી નાંખતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થઇ છે. પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તરે રૂ.૧પ લાખ રૂપિયા પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાની જગ્યાએ પોતાના અંગત ફાયદા માટે ઘરભેગા કરી દીધા હતા.સમગ્ર મામલો પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ રેકોર્ડ તપાસમાં ગયા ત્યારે રૂપિયાની ઉચાપત થઇ હોવાનો ભાંડો ફૂટ્યો હતો. જેને પગલે જૂહાપુરા પોસ્ટ ઓફિસરના પોસ્ટમાસ્તર મોહમંદ શોએબ સૈય્યદ વિરૂધ્ધ વેજલપુર પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ છે, જેને પગલે પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે. સુભાષબ્રિજ વિસ્તારમાં આવેલ નીલકંઠવર્ણી સોસાયટીમાં રહેતા અને પાલડીમાં આવેલ પોસ્ટ ઓફિસમાં આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા રવીન્દ્ર પરમારે વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોસ્ટ માસ્તર મોહંમદ શોએબ સૈયદ વિરુદ્ધમાં ઉચાપતની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે જુહાપુરામાં આવેલ પોસ્ટ ઓફિસમાં પોસ્ટર માસ્તર તરીકે ફરજ બજાવતા મોહંમદ શોએબ સૈયદએ ૧પ લાખ રૂપિયા પોસ્ટમાં જમા નહીં કરાવતાં અને પોતાના અંગત ફાયદા માટે તેનો ઉપયોગ કરતાં ફરિયાદ થઇ છે. તારીખ ર૦ માર્ચના રોજ ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે આવેલ સિટી ડિવિઝન પોસ્ટ ઓફિસના ઈન્સ્પેક્ટર નીતિન શેન્દ્રે અને સહકર્મચારી અર્પિત પટેલ આવેલી પોસ્ટ ઓફિસમાં રોકડ સિલકની તપાસ માટે ગયા હતા. પોસ્ટ ઓફિસમાં કમ્પ્યૂટરમાં રેકોર્ડ ચેક કરતાં રૂપિયા ર૬,૦પ,૧૪૭,૩૪ બતાવતા હતા. ત્યારબાદ મોહંમદ શોએબ સૈયદની તિજોરીમાં મૂકેલ રૂપિયાની તપાસ કરતાં ૧પ,ર૧,૩૯૯ ઓછા જણાઇ આવ્યા હતા. રૂપિયા ઓછા હોવાથી પોસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીએ મોહંમદ શોએબ સૈયદને બાકી રૂપિયા વિષે પૂછતાં આ રૂપિયા અંગત કામથી ઉપયોગમાં લીધા હોવાનું જણાવ્યું હતું. પોસ્ટ ઓફિસના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ અને સિટી ડિવિઝન પોસ્ટ ઓફિસના ઈન્સ્પેક્ટર મોહંમદ શોએબ સૈયદને બાકી રૂપિયા ગમે ત્યાંથી સગવડ કરી તાત્કાલિક ભરી દેવા જણાવ્યું હતું. મોહંમદ શોએબ સૈયદે તાત્કાલિક ૮ લાખ રૂપિયા ભરી દીધા હતા અને બાકીના રૂપિયા પણ બે દિવસમાં ભરી દીધા હતા. હાલ પોસ્ટર માસ્તર તરીકે અન્ય વ્યક્તિની નિમણૂક કરી દીધી છે. મોહંમદ શોએબ સૈયદે રૂપિયા પોસ્ટ વિભાગમાં જમા કરાવવાની જગ્યાએ તેનો પોતાના અંગત કામ માટે ઉપયોગ કર્યો હતો. રૂપિયા જમા નહીં થતાં પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી. બીજીબાજુ, પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

 

(9:32 pm IST)
  • વડાપ્રધાન મોદી 23 એપ્રિલના રોજ પોતાનો મત, રાણીપ - અમદાવાદ ખાતે નિશાન વિદ્યાલયના પોલિંગ બુથ પર સવારે 7-30 વાગ્યે આપશે જશે તેમ જાણવા મળે છે. access_time 10:57 pm IST

  • કર્ણાટકમાં JDS ઉમેદવારોના નિવાસસ્થાન ઉપર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના દરોડા : લોકસભાની ચૂંટણી લડી રહેલા પાર્ટી સુપ્રીમો એચ.ડી.દેવગૌડાના પૌત્ર નિખિલ કુમારસ્વામી તથા પ્રજવલ રેવન પાસે આવક કરતા વધુ સંપત્તિ તથા કાળું નાણું હોવાની બાતમી : ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટનું મંતવ્ય : સરકાર દ્વારા સત્તાનો દુરુપયોગ થઇ રહ્યો છે : JDS સમર્થકોનું મંતવ્ય access_time 12:48 pm IST

  • સળગતા બાઇક પર સવાર દંપતિનો ચાર કિમિ પીછો કરીને પોલીસે જીવ બચાવ્યો ::વિડિઓ વાયરલ : ઇટાવાની નજીક એક્સપ્રેસ-વે પર ઉત્તર પ્રદેશ પોલીસની ડાયલ 100 ટીમની પ્રશંસનીય કામગીરી : બાઇક સવાર પર નજર પડી. જેમાં બાઇકમાં આગ લાગેલી હતી:. બાઇકમાં લાગેલી આગ જોઇને પોલીસે બાઇક સવાર દંપતિને જાણ પીછો કર્યો ;બાઈક રોકાવી આગને કાબુમાં લઇને દંપતીનો જીવ બચાવ્યો : આગને કારણે બાઈક બ્લાસ્ટ થવાની હતી ભીતિ access_time 1:17 am IST