Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

કપડવંજ રૂરલ પોલીસે તોરણામાં ધમધમતા જુગારધામ પર દરોડા પાડી 15 શકુનિઓને ઝડપ્યા

કપડવંજ:રૂરલ પોલીસ ગતરોજ સાંજના સમયે પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન કપડવંજ તાલુકાના તોરણા ગામે મોટા કસ્બામાં રહેતાં સિકંદરમીયાં જીવામીયાં કુરેશીના મકાન આગળ આવેલ અડારાની ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જો કે જુગારીઓ ભાગી જાય તે પહેલાં જ પોલીસે ૧૫ જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં. જેમાં સિકંદરમીયાં જીવામીયાં કુરેશી (તોરણા), ફારૂકભાઈ મુસાભાઈ શેખ (કપડવંજ), કાદરમીયાં જીવામીયાં કુરેશી (તોરણા), સલીમભાઈ સુજાદમીયાં શેખ (રામોલ), મુસ્તાકભાઈ કાસમભાઈ ભટ્ટીયારા (કપડવંજ), રફીકમીયાં ઉર્ફે પતલી મહંમદભાઈ શેખ (કપડવંજ), મહેબુબમીયાં ઉસ્માનમીયાં ચૌહાણ (કઠલાલ), ઈમરાનભાઈ ઈસ્માઈલભાઈ મલેક (તોરણા), ચંદ્રકાંત બળદેવદાસ વૈષ્ણવ (તોરણા), રાજુખાન દિલદારખાન પઠાણ (તોરણા), મુસ્તાકમીયાં મહંમદભાઈ શેખ (કપડવંજ), અલ્તાફ અબ્દુલગની શેખ (કપડવંજ), યુસુફ અબ્દુલમજીદ મન્સુરી (કપડવંજ), મકસુદ ઈબ્રાહિમભાઈ શેખ (કપડવંજ) અને સિરાજભાઈ ઈસ્માઈલભાઈ શેખ (કપડવંજ) નો સમાવેશ થાય છે. 

(6:24 pm IST)