Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

નડિયાદના ઉત્તરસંડામાં સાઈડમાં સુતેલા યુવકને રિવર્સ થતા ટ્રકે હડફેટે લેતા સારવાર દરમ્યાન મોત

નડિયાદ: તાલુકાના ઉત્તરસંડા નજીક આવેલ રેલ્વે ઓવરબ્રિજ રોડની સાઈડે તંબુમાં ખાટલા પર અજયકુમાર જમ્મીલાલ કરવેતી (ઉં.વ ૧૮) સુઈ રહ્યાં હતાં. તે દરમિયાન અશોક લેલન્ડ ટ્રક નં જીજે ૦૨ એએન ૦૬૫૨ના ચાલકે બેદરકારીપૂર્વક પોતાનું વાહન રિવર્સ લેતાં તંબુમાં ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેથી આ તંબુમાં સુઈ રહેલા અજયભાઈ કરવેતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતાં તેઓને સારવાર માટે દવાખાનામાં લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 

આ બનાવ અંગે મધ્યપ્રદેશમાં રહેતાં શિવકુમાર પરતેની ફરીયાદને આધારે ચકલાસી પોલીસે અશોક લેલન્ડ ટ્રકના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
 

(6:24 pm IST)