Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

સુરતના કતારગામમાં કારખાનેદાર પાસેથીફંડના નામે 50 લાખની માંગણી કરનાર બે યુવકોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા

સુરત:કતારગામ નંદુડોશીની વાડીમાં ભાગીદારીમાં હીરાનું કારખાનું ધરાવતા કારખાનેદાર પાસે ચૂંટણી ફંડના નામે રૂ. ૫૦ લાખની ખંડણી માગવા સંદર્ભે ક્રાઈમ બ્રાન્ચે બોટાદના બે યુવાનોની ધરપકડ કરી છે. અગાઉ એક યુવાનની ધરપકડ કરાઇ હતી. તેણે કાપડના ધંધામાં રૂા.૩૮ લાખની ખોટ જતા ટુંકા રસ્તે પૈસા કમાવા મિત્રના પિતાને ટાર્ગેટ બનાવ્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં વેડરોડ કેન્સર હોસ્પિટલની બાજુમાં દર્શન પાર્ક સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષીય તળશીભાઈ ગોપાલભાઈ કોશીયા પાસેથી મુંબઇના રાણાભાઇના માણસ  તરીકે ઓળખ આપી ચૂંટણી ફંડના નામે રૂા.૫૦ લાખની ખંડણી માંગી તેમના પુત્ર કેયૂરને મારી નાંખવાની ધમકી આપનાર  સાવન પંકજભાઈ ગઢીયા (ઉ.વ. ૨૩, રહે.૩૨,બી.કે.નગર, ગીતાનગરની બાજુમાં, સિંગણપોર, ડભોલી રોડ, સુરત. મૂળ રહે.ગઢડા, જી. બોટાદ) ને ગણતરીના કલાકોમાં સુમુલ ડેરી રોડ અલકાપુરી બ્રિજ નીચેથી ઝડપી લેવાયો હતો. 

(6:09 pm IST)