Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

વાઘોડિયા તાલુકામાં અગાઉ થયેલ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો: વધુ એક આરોપીને ઝડપી પૂછ પરછ હાથ ધરાઈ

વડોદરા:વાઘોડિયા તાલુકાના રવાલ ગામે દસ વર્ષ પહેલા થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયા બાદ ઝડપાયેલી મહિલાની પુત્રવધુ, તેના પ્રેમી સહિત ચાર આરોપીના રિમાન્ડ પુરા થતાં ચારેયને જેલમાં મોકલી દેવાયા છે જ્યારે આ કેસમાં અન્ય એક આરોપીનો સેન્ટ્રલ જેલમાંથી પોલીસે કબજો મેળવી તેની વધુ પૂછપરછ હાથ ધરાઇ છે.

વર્ષ-૨૦૦૯માં અજાણી મહિલાની હત્યા થયેલો મૃતદેહ મળ્યો હતો જેનોે ભેદ ઉકેલાયો ન હતોજો કે આ બનાવના દસ વર્ષ બાદ શહેર પોલીસની પીસીબી શાખાએ હત્યાના બનાવનો ભેદ ઉકેલી મૃતક મહિલા કેસરબાઇ છે તેવી જાહેરાત કરી  હત્યા કરનાર કેસરબાઇની પુત્રવધુ અનુબેન તિબેટીયન, હત્યાની સોપારી લેનાર અનુબેનનો પ્રેમી દિનેશ ગીરીરાજ શર્મા, મુકેશ કાળીદાસ કહાર અને કિશોર તારકચંદ કહારને ઝડપી પાડયા હતાં. આ ચારેય આરોપીનો વાઘોડિયા પોલીસે કબજો મેળવ્યા બાદ ચારેયને રિમાન્ડ પર લીધા  હતાં.

(6:03 pm IST)
  • વિવાદી નિવેદન કરવા બદલ નવજોતસિંહ સિધ્ધુ સામે ફરિયાદ દાખલ :કટિહાર જિલ્લા વહીવટી તંત્રે સાંપ્રદાયિક ભડકાઉ ભાષણ આવવા મામલે કોંગ્રેસના નેતા નવજોતસિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી :નવજોતસિંહ સિધ્ધુએ મુસલમાનોને એકજુથ થઈને મત આપવા અપીલ કરતા વિવાદ થયો હતો access_time 1:04 am IST

  • મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાઝ પઢવાનો હક્ક આપતી પિટિશન સુપ્રીમ કોર્ટએ દાખલ કરી : સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપતા જજમેન્ટને ધ્યાને લઇ પિટિશન દાખલ કરાઈ હોવાનું મંતવ્ય : કેન્દ્ર સરકાર તથા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો ખુલાસો માંગ્યો : જાતીય સમાનતા બક્ષતા આર્ટિકલ 14 નો ભંગ કરવા બદલ સુપ્રીમ કોર્ટ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડે તથા શ્રી એસ.અબ્દુલ નાઝિરની બેન્ચે નોટિસ પાઠવી access_time 12:17 pm IST

  • રાજકોટમાં સોશ્યલ મીડિયા વોર :લાલચ આપીને ભાજપમાં જોડવા કોશિશ :પાસના કાર્યકરોને લાલચ આપીને ભાજપમાં ખેંચવા પ્રયાસ :મનોજ પનારા અને હેમાંગ પટેલના નામે પોસ્ટ વાયરલ ;જબરી ચકચાર access_time 11:22 pm IST