Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

વડોદરા: બિલ્ડરને ત્યાં તપાસ હાથ ધરી આવકવેરા વિભાગે 14 કરોડનું બિન હિસાબી નાણું ઝડપી પાડ્યું

વડોદરા: શહેરમાં લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ચૂંટણીમાં કાળા નાણાંની હેરફેર રોકવા માટે આવકવેરા ખાતાને સતર્ક બનાવી ચાંપતી નજર રાખવા ફરમાન કર્યું છે. તે દરમિયાન રૃટિન કામગીરીમાં આણંદ અને વડોદરાના બિલ્ડરને ત્યાં સપાટો બોલાવી તપાસ હાથ ધરતાં આશરે ૧૪ કરોડનું બિન હિસાબી નાણું  મળે તેવી સંભાવના છે. અહીં  હજી તપાસ ચાલુ છે.

આ અંગે મળતી વિગતો મુજબ આણંદ વિસ્તારમાં શતક રેસિડેન્સી અને હાઈરાઈઝડ પ્રોજેકટ ખાતે ગયા અઠવાડિયે કામગીરી કરી હતી. જેમાં તપાસ હજી ચાલુ છે. અને પાંચેક કરોડની બિન હિસાબી આવક મળશે તેમ મનાય છે.

(6:07 pm IST)