Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

અમદાવાદ: ગુજરાત યુનિવર્સીટીમાં દારૂની બોટલ મળી આવતા અરેરાટી: એનએસયુઆઇ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી

અમદાવાદ:ગુજરાત યુનિવર્સિટીમાં દારૃની મહેફીલ થતી હોવાની એનએસયુઆઈએ ફરિયાદ ઉઠાવી છે.ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી ઈન્ફોર્મેશન સેન્ટર નજીક અંગ્રેજી દારૃની બોટલ અને તેનું પેકેટ મળ્યા હતા.અગાઉ પણ થોડા સમય પહેલા યુનિ.કેમ્પસમાંથી દારૃની બોટલ મળી હતી.આજે બપોરના સમયે કેમ્પસમાં રોડ પર જ દારૃની બોટલ મળતા એનએસયુઆઈએ રાતના સમયે દારૃની મહેફીલ જામતી  હોવાની ફરિયાદ કરી છે.        યુનિ.કેમ્પસમાં જોઈએ તેટલી પુરતી સીક્યુરિટી છે નહી અને યુનિ.માં નવા ચાર ગેઈટ બનાવી દેવાયા છે તેમજ નવા રસ્તાઓ બનાવી દેવાયા છે જે સાથે સિક્યુરિટી પોઈન્ટ વધ્યા છે પરંતુ માંડ ૫૦ ટકા જેટલા જ સીક્યુરિટી ગાર્ડ છે.યુનિ.કેમ્પસમાં રાતના સમયે કેટલાક બહારના લુખ્ખા તત્વો પણ આવીને દારૃની મહેફીલ માણત હોવાની ફરિયાદ છે.આ અંગે યુનિ.ના એસ્ટેટ વિભાગને પણ એનએસયુઆઈ દ્વારા ફરિયાદ કરવામા આવી છે.

(6:01 pm IST)