Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

૧૯૯૦ના કસ્ટોડીયલ ડેથ પ્રકરણમાં ગુજરાત હાઈકોર્ટે સંજીવ ભટ્ટ પાસેથી સાક્ષીઓનું અંતિમ લીસ્ટ માંગ્યુ

ભટ્ટ જામનગરમાં એએસપી તરીકે હતા ત્યારે કોમી હુલ્લડ દરમિયાન જામજોધપુરમાં ૧૫૦ લોકોને ડીટેઈન કર્યા હતાઃ છૂટયા બાદ આ પૈકી એકનું મૃત્યુ થયુ હતું

રાજકોટ, તા. ૧૬ :. ૧૯૯૦ના કસ્ટોડીયલ ડેથ પ્રકરણમાં જામનગરના તત્કાલીન એએસપી સંજીવ ભટ્ટે હાઈકોર્ટમાં ફાઈલ કરેલી પીટીશનની સુનાવણી દરમિયાન સોમવારે કોર્ટે ભટ્ટના વકીલે સાક્ષીઓનુ અંતિમ લીસ્ટ આપી મંગળવારે સમન્સ કરવા જણાવ્યુ છે. સંજીવ ભટ્ટ ગયા મહિને હાઈકોર્ટમાં ન્યાય માગવા તેમના વકીલ મારફત ગયા હતા. ટ્રાયલ કોર્ટના ઓર્ડરને તેમણે પડકાર્યો છે. સંજીવ ભટ્ટને આરોપી ઠેરવતા આ કેસમાં ૪૦ સાક્ષીઓ છે. આ પૈકીના કેટલાકનુ મૃત્યુ થઈ ચૂકયુ છે અને કેટલાક કોર્ટમાં હાજર રહી શકે તેમ નથી. જસ્ટીસ ગોકાણીએ અગાઉ સંજીવ ભટ્ટે ફાઈલ કરેલી અરજીની કોપી પણ માંગી છે જે સેસન્સ કોર્ટમાં તેમણે કરી હતી.

(11:42 am IST)