Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

થરાદ પંથકમાં મંદિરોને નિશાન બનાવતી રાજસ્થાની ટોળકીના છ શખ્શો ઝડપાયા :ચોરીના સાધનો અને તીક્ષ્ણ હથિયારો જપ્ત

મંદિરોમાં ધાડ પાડવા આવી રહ્યા હોવાનું કબૂલતા તમામ વિરૂદ્ધ ગુનો નોંધી જેલ હવાલે કરાયા

થરાદ :લોકસભાની ચૂંટણી સંદર્ભે પોલીસે થરાદના અલગ-અલગ વિસ્તારમાં ચેકપોસ્ટ બનાવી નાકાબંધી ગોઠવી હતી. દરમિયાન વિરોલ-બેવટા રોડ પરથી શંકાસ્પદ આવી રહેલા બે બાઇકને રોકાવી સવાર છ શખસોની તલાસી લેતા તેમની પાસેથી ચોરી કરવાના સાધનો સહિત હથિયારો મળી આવતાં પોલીસે કડક પૂછપરછ કરતાં થરાદ પંથકમાં મંદિરોમાં ધાડ પાડવા આવી રહ્યા હોવાનું કબૂલતા તમામ વિરૂદ્ધ ગુનો નોંધી જેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

   પોલીસ તપાસમાં તીક્ષ્‍ણ હથિયાર મળી આવ્યાઃ લોકસભા ચુંટણી અનુસંધાને થરાદ પંથકમાં પીઆઇ જે.બી.આચાર્ય તથા સ્ટાફ વિરોલથી બેવટા તરફ આવતા રસ્તા ઉપર બનાવેલી ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં કરી રહ્યા હતા. તે દરમિયાન વિરોલ તરફથી બે બાઈખ પર આવતા છ શખસો શંકાસ્પદ જણાતા તેમને રોકી તપાસ કરી હતી. તેમની પાસે તીક્ષ્‍ણ હથિયારો તથા ડીસમીસ અને આરીપાના મળી આવ્યા હતા

  . ઝડપાયેલા છ શખસોની પૂછપરછ કરતાં લવાણા કળશ માતાજીના મંદિરમાં લુંટ કરવાના તેમજ માતાજીના મંદિરમાં ચોરી કરવાના ઇરાદે આવતા હતા હોવાનું કબૂલતા પોલીસે ઝડપી લઇ જેલ હવાલે કર્યા હતા. પોલીસે તપાસ દરમિયાન વધુ પુછપરછ કરતાં ડુવા ગામે જૈન મંદિરમાંથી આજથી પાંચેક માસ પહેલાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

(10:31 pm IST)
  • ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા:પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો access_time 1:14 am IST

  • પાટણમાં પવનના સુસવાટા સાથે હળવા વરસાદી છાંટા access_time 4:30 pm IST

  • ઇલેક્શન કમિશને તામિલનાડુની વેલ્લોર લોકસભા બેઠકની ચૂંટણી રદ્દ કરી હોવાનું જણાવ્યું છે. access_time 10:55 pm IST