Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

છાત્રાલ જીઆઈડીસીમાં કંપનીમાં ભીષણ આગ ભભૂકી :કડી -કાલોલથી ફાયર બ્રિગેડ દોડ્યું

સુરેશ કેબલમાં આગ લાગતા દોડધામ :સમાન બળીને ખાખ

છત્રાલમાં આવેલી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ કરતા કડી અને કલોલનો ફાયર સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગને લીધે કંપનીનો મુદ્દામાલ બળીને ખાખ થઇ ગયો હતો.

  આ અંગે મળતી વિગત મુજબ છત્રાલમાં આવેલી જીઆઇડીસીમાં સુરેશ કેબલ નામની કંપનીમાં આજે બપોરે ભીષણ આગ લાગી હતી. આગને લીધે કંપની કામદારોમાં ભારે દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ કરવામાં આવતા કલોલ અને કડીનો ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે આગ ખૂબ જ ભીષણ હોવાથી ફાયર સ્ટાફને પણ પરસેવો વળી ગયો હતો. સતત પાણીનો મારો ચલાવીને ફાયર સ્ટાફે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. આગને લીધે કંપનીનો મુદ્દામાલ બળીને ખાખ થઇ ગયો હતો.

(9:01 am IST)