Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

નર્મદા ડેમમાં ડૂબી જતા ફિરોઝાબાદના બિઝનેસમેનની દીકરીનું કરૂણમોત

નર્મદા ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતી જૈન સિટિઝન ગ્લાસની કંપનીના માલિક રાહુલની પુત્રી શ્રૃતિ જૈનનો પગ લપસી જત ડેમમાં ડૂબી

ગુજરાતના નર્મદા ડેમમાં ડૂબી જતા  ફિરોઝાબાદની બિઝનેસમેનની દીકરીનું નિધન થયું છે. મૃતક નર્મદા ઇન્સ્ટિટ્યૂટથી એન્જિનિયરિંગ ભણી રહી હતી. દીકરીના નિધન બાદ પરિજનો શવ લેવા માટે અમદાવાદ રવાના થયા હતા. ફિરોઝાબાદના બિઝનેસમેન રાહુલ જૈન સિટિઝન ગ્લાસની કંપનીના માલિક છે. તેમની દીકરી શ્રૃતિ જૈન અમદાવાદમાં નર્મદા ડેમ જોવા ગઇ હતી.

   અહેવાલ મુજબ ડેમ જોતી વખતે તેમનો પગ લપસી ગયો હતો અને અંસતુલિત થતા શ્રૃતિ ડેમમાં પડી ગઇ હતી. શ્રૃતિનો શબ બપોરે ડેમમાંથી કાઢવામાં આવ્યો હતો. શ્રૃતિ પોતાની બહેનપણીઓ સાથે નર્મદા ડેમની મુલાકાતે ગઇ હતી.

(8:43 pm IST)