Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

વડોદરા બેઠકના તમામ ઉમેદવારે ચૂંટણીતંત્ર સમક્ષ હિસાબો રજુ : રંજનબહેન ભટ્ટે કર્યો સૌથી વધુ ખર્ચ

 વડોદરા સંસદીય બેઠકમાં હરિફ ઉમેદવારોના ચૂંટણી ખર્ચનું મોનીટરીંગ કરવા જિલ્લા ચૂંટણી તંત્ર ધ્વારા ખર્ચ નિયંત્રણના નોડેલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ મદદનીશ ખર્ચ નિયંત્રણ અધિકારીઓ અને એફએસટી, એસએસટી સહિત સમગ્ર વ્યવસ્થા ગોઠવી છે. ભારતના ચૂંટણીપંચે નિયુક્ત કરેલા બે ખર્ચ નિરીક્ષકો પણ સતત નજર રાખી રહ્યા છે.

 મતદાનની તારીખ પૂર્વે ત્રણ તબક્કામાં ઉમેદવારોએ કરેલા ખર્ચનો હિસાબ રજુ કરવા સૂચના આપવામાં આવી છે. તેને અનુસરીને તમામ ઉમેદવારોએ તા. ૧૩/૦૪ની પ્રથમ તારીખે તેમણે કરેલા ચૂંટણી વિષયક પ્રથમ તબક્કાના ખર્ચની વિગતો રજુ કરી હતી.

  તે પ્રમાણે બીજેપીના ઉમેદવાર રંજનબેન ભટ્ટે સહુથી વધુ રૂ.૧૪,૪૫,૯૪૩ના ખર્ચનો હિસાબ રજુ કર્યો છે. બીજા ક્રમે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ છે જેમણે રૂ.૪,૦૬,૧૯૨નો ખર્ચ નોંધાવ્યો છે. જ્યારે બસપાના મધુસુદન રોહિતે રૂ.૫૦,૮૦૦નો,એસયુસીઆઇ(એસ)ના તપન દાસગુપ્તાએ રૂ. ૪૯,૯૭૩નો, અપક્ષ ઉમેદવાર પટેલ કાલીદાસ(નેપોલિયન)એ રૂ.૨૯,૮૧૮નો, યાસીનઅલી પોલરા(એનએઆઇસીપી)એ રૂ.૨૮,૪૦૦નો, વાયજેજેપીના ગોહિલ રીન્કુએ રૂ.૨૮,૦૦૦નો, એઆઇએચસીપીના જાટ સુભાષસિંહ બ્રીજલાલએ રૂ.૨૬,૨૦૦નો, અપક્ષ સિંઘી મેહેબુબખાન યુસુફખાને રૂ.૨૫,૪૦૦નો, બીએમપીના મોહસીનમિયાં હૈદરમિયા સૈયદે રૂ.૨૫,૨૦૦નો, અપક્ષ રાહુલ વાસુદેવ વ્યાસે રૂ.૨૫,૧૭૦નો, અપક્ષ નિમેષકુમાર વાસુદેવભાઇ પટેલે રૂ.૨૫,૧૬૦નો અને બીએમએફપીના ઉમેદવાર સંતોષ સોલંકીએ સહુથી ઓછો રૂ.૨૧,૩૦૦નો ખર્ચ નોંધાવ્યો છે.

  ઉમેદવારોને હવે પછી તા.૧૭/૦૪ અને ૨૧/૦૪એ ખર્ચના હિસાબો રજુ કરવા જણાવાયુ છે. પ્રથમ તબક્કાના ખર્ચમાં મોટેભાગે ડિપોઝીટ ભરવા, ઉમેદવારી પત્ર ભરવા માટે જરૂરી નોટરી, સ્ટેમ્પસ સહિતની પ્રક્રિયાઓ તેમજ ઉમેદવારીપત્ર ભરવા માટેના સરઘસ, રેલી ઇત્યાદિના ખર્ચનો સમાવેશ થાય છે.

(8:27 pm IST)
  • રાજકોટમાં વાતાવરણ એકદમ ગોરંભાયુઃ વિજળીના જોરદાર કડાકા-ભડાકા : ભારે વરસાદને લીધે પડધરીમાં કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયા : રાજકોટના પડધરીમાં ભારે વરસાદ : કોંગ્રેસનું કાર્યાલય તૂટી પડયુ : ભાજપના કાર્યાલયમાં પાણી ઘુસી ગયાઃ ભારે પવનથી એક ઝાડ પણ તૂટી ગયાનું જાણવા મળે છે : પડધરીના ખાખડાબેલા ગામે તોફાની પવન સાથે ભારે વરસાદ ચાલુ : કરા પડતા મકાનની દિવાલ ધરાશાયી : ધ્રોલના લતીપર ગામે પણ ધોધમાર વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 4:12 pm IST

  • સળગતા બાઇક પર સવાર દંપતિનો ચાર કિમિ પીછો કરીને પોલીસે જીવ બચાવ્યો ::વિડિઓ વાયરલ : ઇટાવાની નજીક એક્સપ્રેસ-વે પર ઉત્તર પ્રદેશ પોલીસની ડાયલ 100 ટીમની પ્રશંસનીય કામગીરી : બાઇક સવાર પર નજર પડી. જેમાં બાઇકમાં આગ લાગેલી હતી:. બાઇકમાં લાગેલી આગ જોઇને પોલીસે બાઇક સવાર દંપતિને જાણ પીછો કર્યો ;બાઈક રોકાવી આગને કાબુમાં લઇને દંપતીનો જીવ બચાવ્યો : આગને કારણે બાઈક બ્લાસ્ટ થવાની હતી ભીતિ access_time 1:17 am IST

  • ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા:પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો access_time 1:14 am IST