Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ખંભાત તાલુકામાં હિટ એન્ડ રન:કારની હડફેટે મહિલાનું પ્રાણપંખેરું સારવાર દરમ્યાન ઉડ્યું

ખંભાત:તાલુકાના કલમસર-ધુવારણ રોડ ઉપર ગઈકાલે સાંજના સુમારે એક હીટ એન્ડ રનના બનાવમાં મહિલાનુ ંસારવાર દરમ્યાન મોત થયું હતુ. આ અંગે ખંભાત રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર કલમસર ગામે રહેતા ફરિયાદી કનુભાઈ લક્ષ્મણભાઈ સીંઘાના બહેન દક્ષાબેન દિપુભા ઝાલા (ઉ. વ. ૪૦, રે. લીંબડી, સુરેન્દ્રનગર) સાસરીમાંથી બે દિવસ પહેલાં પુત્રી સાથે તેમના ઘરે આવ્યા હતા. ગઈકાલે સાંજના સુમારે જનકબેન સુરેશભાઈ સિંઘા સાથે ગામમાં લગ્નની ખરીદી કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે સાતેક વાગ્યાના સુમારે કલમસર-ધુવારણ રોડ ઉપર ખંભાત તરફથી પુરપાટ ઝડપે આવી ચઢેલી એક બ્લેક કલરની કારે ટક્કર મારતાં દક્ષાબેનને માથામાં તથા કમરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. ટક્કર માર્યા બાદ ગાડીનો ચાલક ત્યાંથી ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા દક્ષાબેનને રીક્ષામાં સારવાર માટે ખંભાતની જનરલ હોસ્પિટલમા ંલઈ જવામાં આવ્યા હતા. 

(5:28 pm IST)
  • ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા:પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો access_time 1:14 am IST

  • 48 કલાક સુધી જાહેર પ્રચાર ઉપર મુકાયેલા બાન બદલ બસપા સુપ્રીમો માયાવતીએ ચૂંટણી પંચ વિરુધ્ધ કરેલી અરજીને ફગાવી દેતી સુપ્રીમ કોર્ટ : આચારસંહિતાનો ભંગ કરતા નિવેદનો કરવા બદલ ચૂંટણી પંચે આજ સવારના 6 વાગ્યાથી 48 કલાક માટે માયાવતી ઉપર તથા 72 કલાક માટે યોગી આદિત્યનાથ ઉપર જાહેર પ્રચાર કરવા ઉપર બાન મુકેલ છે : યુ.પી.ના ચિફ મિનિસ્ટર યોગી આદિત્યનાથે મંદિરમાં જઈ હનુમાન ચાલીસાના પાઠ કર્યા access_time 11:57 am IST

  • વિવાદી નિવેદન કરવા બદલ નવજોતસિંહ સિધ્ધુ સામે ફરિયાદ દાખલ :કટિહાર જિલ્લા વહીવટી તંત્રે સાંપ્રદાયિક ભડકાઉ ભાષણ આવવા મામલે કોંગ્રેસના નેતા નવજોતસિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી :નવજોતસિંહ સિધ્ધુએ મુસલમાનોને એકજુથ થઈને મત આપવા અપીલ કરતા વિવાદ થયો હતો access_time 1:04 am IST