Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

કઠલાલ નજીક બેકાબુ બનેલ ટ્રેક્ટરે ત્રણ મહિલાને હડફેટે લીધી: ટક્કર મારી ચાલક ફરાર થઇ જતા ગુનો દાખલ

કઠલાલ: શહેરમાં બેકાબૂ બનેલા ટ્રેક્ટરના ચાલકે રોડની સાઈડ પર ચાલતાં જતાં ત્રણ મહિલાઓને અડફેટે લેતા નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. ટક્કર માર્યા બાદ ચાલક ટ્રેક્ટરને સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ટ્રેક્ટરચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ કઠલાલ તાલુકાના ફાગવેલમાં રહેતાં હેતલબેન,ચંદ્રિકાબેન અને શિતલબેન ગતરોજ સવારના સમયે કામ અર્થે કઠલાલ ગયાં હતાં. આ ત્રણેય મહિલાઓ કઠલાલમાં આવેલ ભાથીજી હાઈસ્કૂલ નજીકથી રોડની સાઈડ પર ચાલતાં પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન માર્ગ પર પુરપાટ ઝડપે આવી રહેલા સ્વરાજ ટ્રેક્ટર (મોડલ-૭૩૫) ના ચાલકે રોડની સાઈડ પર ચાલતાં હેલતબેન, ચંદ્રિકાબેન અને શિતલબેનને અડફેટે લીધાં હતાં. અકસ્માત બાદ ટ્રેક્ટરનો ચાલક પોતાનું ટ્રેક્ટર અકસ્માતસ્થળે મૂકી નાસી ગયો હતો. ઘટનાસ્થળે એકત્રિત થયેલા લોકો દ્વારા ઈજાગ્રસ્ત બનેલ ત્રણેય મહિલાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. 

(5:27 pm IST)