Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

વડોદરા: બે જર્જરતી મકાન ધસી પડયા: અવરજવર ન હોવાના કારણે જાનહાની અટકી

વડોદરા:શહેરમાં ગાયકવાડી સમયના ૪૦૦ થી વધુ જર્જરિત મકાનો દિવસે દિવસે વધુને વધુ જોખમી બની રહ્યા છે.આજે માર્કેટ વિસ્તારમાં બે મકાનના ભાગ ધસી પડવાના બનાવમાં જાનહાનિ થતાં રહી ગઇ હતી.પિરામિતા રોડ પર માણેકરાવ અખાડા નજીક આવેલા જયેન્દ્ર મિસ્ત્રીના બે મજલી મકાનની ઉપરનો ભાગ આજે બપોરે ધરાશાયી થયો હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરો દોડી આવ્યા હતા.પ્રાપ્ત માહિતી મુજબ,બાજુના જર્જરિત મકાનની ઉપરનો ભાગ જયેન્દ્રભાઇના મકાન પર પડતાં બંને મકાનના ભાગ ધડાકાભેર તૂટયા હતા.સદ્નશીબે ઉપરોક્ત બંને મકાનમાં કોઇ ભાડૂઆત હાજર નહીં હોઇ તેમજ અવરજવર પણ નહીં હોઇ જાનહાનિ થઇ નહતી.

(5:18 pm IST)
  • વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર શંકાસ્પદ હિલચાલની માહિતી બાદ સર્ચ ઓપરેશન: વૈષ્ણોદેવી યાત્રાની સાંઝી છત આસપાસનાં જંગલોમાં શંકાસ્પદ હિલચાલની માહિતી : પરંપરાગત યાત્રા માર્ગ બંધ કરાવીને સર્ચ ઓપરેશન ચલાવાયું access_time 1:13 am IST

  • સુશીલ મોદી રાહુલ પર કરશે માનહાનીનો કેસ : કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સભા ગજવતા કહ્યું હતું કે, મોદી સરનેમ વાળા તમામ ચોર તેવું વિવાદીત નિવેદન પર સુશીલ મોદી રાહુલ વિરૂદ્ધ માનહાનીનો કેસ કરશે access_time 4:01 pm IST

  • ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા:પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો access_time 1:14 am IST