Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ગુજરાતમાં વોર્ડથી માંડી પ્રદેશ સુધી ભાજપનું માળખુ બદલાશે

લોકસભાની ચૂંટણી પછી તુરત સંગઠનની ચૂંટણી : તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણી ધ્યાને રાખીને પસંદગી થશે

રાજકોટ, તા. ૧પ :  ભાજપમાં લોકસભાની ચૂંટણી પછી સંગઠન પર્વ તરીકે ઓળખાતી આંતરિક ચૂંટણી આવી રહી છે. દેશવ્યાપી સંગઠનની ચૂંટણી કરવાનો સમય પાકી ગયેલ પરંતુ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સંગઠનના પદાધિકારીઓની મુદત વધારી દેવામાં આવેલ. ભાજપમાં સ્થાનિકથી માંડી રાષ્ટ્રીય કક્ષા સુધીની સંગઠનની ચૂંટણી પ્રક્રિયા કરવામાં ૩ થી ૬ માસ જેટલો સમય જતો હોય છે. લોકસભાની ચૂંટણી પછી તુરત સંગઠન પર્વનો કાર્યક્રમ જાહેર થશે તેમ ભાજપના વર્તુળો જણાવે છે.

ભાજપને ભૂતકાળમાં મિસ્ડકોલ પધ્ધતિથી સભા નોંધણી કરેલ. ૧૧ કરોડ સભ્યોની નોંધણી સાથે ભાજપે વિશ્વનું સૌથી મોટુ રાજકીય સંગઠન બન્યાનો દાવો કર્યો હતો. ભાજપમાં સંગઠનની ચૂંટણી (રાષ્ટ્ર પ્રયોગ સંગઠન સંરચના) પૂર્વ પ્રાથમિક અને સક્રિય સભ્ય નોંધણી ઝુંબેશ કરવામાં આવે છે.

ભાજપની પધ્ધતિ મુજબ સૌપ્રથમ વોર્ડ અને તાલુકા પ્રમુખોની ચૂંટણી થાય છે. ત્યારબાદ મહાનગર અને જિલ્લા પ્રમુખોની ચૂંટણી કરવામાં આવે છે. આ બધા પ્રમુખો મળીને પ્રદેશ પ્રમુખ ચૂંટે છે. બધા પ્રદેશ પ્રમુખો દ્વારા રાષ્ટ્રીય પ્રમુખ ચુંટવામાં આવે છે. હાલ રાજકોટ શહેર પ્રમુખ કમલેશ મિરાણી, જિલ્લા પ્રમુખ ડી.કે. સખિયા, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહની મુદત પુરી થઇ ગઇ છે. પાર્ટી ઇચ્છે તો વર્તમાન પ્રમુખોને ફરી પ્રમુખ તરીકે પસંદ કરી શકે પરંતુ હાલના સંજોગો જોતા ગુજરાત ભાજપના સંગઠન માળખામાં ધરખમ ફેરફારો આવી રહ્યા છે. ર૦ર૦ના ઉતરાર્ધમાં મહાનગરપાલિકાઓ તથા તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં આવે છે. તેથી તેને ધ્યાને રાખીને પસંદગી કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડીસેમ્બર ર૦રરમાં આવલા પાત્ર છે. નવા પ્રમુખોની મુદત ૩ વર્ષની રહેશે. તેથી હવે પછી ચૂંટાનાર પદાધિકારીઓના નેતૃત્વમાં જ ધારાસભાની ચૂંટણી લડવામાં આવે તેવી શકયતા નકારાતી નથી. લોકસભાની ચૂંટણીનું પરિણામ ગુજરાતના રાજકીય ભાવિ પર નોંધપાત્ર અસર કરનારૂ બનશે.

(3:32 pm IST)
  • રાજકોટમાં સોશ્યલ મીડિયા વોર :લાલચ આપીને ભાજપમાં જોડવા કોશિશ :પાસના કાર્યકરોને લાલચ આપીને ભાજપમાં ખેંચવા પ્રયાસ :મનોજ પનારા અને હેમાંગ પટેલના નામે પોસ્ટ વાયરલ ;જબરી ચકચાર access_time 11:22 pm IST

  • સુશીલ મોદી રાહુલ પર કરશે માનહાનીનો કેસ : કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સભા ગજવતા કહ્યું હતું કે, મોદી સરનેમ વાળા તમામ ચોર તેવું વિવાદીત નિવેદન પર સુશીલ મોદી રાહુલ વિરૂદ્ધ માનહાનીનો કેસ કરશે access_time 4:01 pm IST

  • 48 કલાક સુધી જાહેર પ્રચાર ઉપર મુકાયેલા બાન બદલ બસપા સુપ્રીમો માયાવતીએ ચૂંટણી પંચ વિરુધ્ધ કરેલી અરજીને ફગાવી દેતી સુપ્રીમ કોર્ટ : આચારસંહિતાનો ભંગ કરતા નિવેદનો કરવા બદલ ચૂંટણી પંચે આજ સવારના 6 વાગ્યાથી 48 કલાક માટે માયાવતી ઉપર તથા 72 કલાક માટે યોગી આદિત્યનાથ ઉપર જાહેર પ્રચાર કરવા ઉપર બાન મુકેલ છે : યુ.પી.ના ચિફ મિનિસ્ટર યોગી આદિત્યનાથે મંદિરમાં જઈ હનુમાન ચાલીસાના પાઠ કર્યા access_time 11:57 am IST