Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

રાત્રે દક્ષિણ ગુજરાતમાં વરસાદ: સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું

વ્યારા, ડોલવણ, વાલોમાં વરસાદ : નવસારીમાં વાદળો ઘેરાયા :વલસાડમાં હવામાન પલટાયું :વાપી પંથકમાં ધીમો વરસાદ

અમદાવાદ :વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં એક તરફ ગરમીથી રાહત મળી છે, દક્ષિણ ગુજરાત તાપીના સોનગઢ વિસ્તારમા સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે.ગત રાત્રિએ વરસાદી છાંટા પણ પડ્યા હતા. ત્યારે આજે પણ આખા દિવસમાં વરસાદ પડવાની શક્યતા છે

   . કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો બીજી તરફ, કેરીઓને પણ નુકશાન થઈ શકે છે. તાપી જિલ્લા વ્યારા, ડોલવણ, વાલોડ વિસ્તારોમાં રાત્રિ દરમ્યાન વરસાદ પડ્યો હતો. નવસારીમાં વાદળછાયુ વાતાવરણ છવાયું હતું.

  વલસાડ જિલ્લામાં હવામાનમાં પલટો આવતા વાપી પંથકમાં મોડી સાંજે ધીમો વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ આંબાવાડીના માલિકોમાં કમોસમી ચિંતાનું મોજુ છવાઈ ગયું છે.

(12:44 pm IST)