Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ઓલપાડ ભાજપના ધારાસભ્યં મુકેશ પટેલ સાથે ચીલઝડપનો પ્રયાસ :મોબાઈલ ઝૂટાવવા કોશિશ: બે આરોપીઓની ધરપકડ

અગાઉ મોબાઈલ ચીલઝડપની ઘટના વધતી હોવાના ઉલ્લેખ સાથે ધારાસભ્ય વિરુદ્ધ બેનરો લાગ્યા હતા

સુરતના ઓલપાડના ધારાસભ્યં મુકેશ પટેલ સાથે ચીલઝડપનો પ્રયાસ થયો હતો પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. ચીલઝડપની ઘટના દરમિયાન ધારાસભ્ય જમીન પર પટકાતા તેમને ઈજા પહોંચી છે.

    અત્રે ઉલ્લેખનીય છે ગત ફેબ્રુઆરી મહિનામાં મોટા વરાછા વિસ્તારમાં મુકેશ પટેલ વિરુદ્ધ બેનર લાગ્યા હતા. આ બેનરમાં પણ આ વિસ્તારમાં મોબાઇલના ચીલઝડપની ઘટનાઓ વધી રહી હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

 આ અંગે મળતી વિગત મુજબ સુરતના ઓલપાડ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલ મોર્નિંગ વોક પર નીકળ્યા હતા ત્યારે તેમની સાથે ચીલઝડપની ઘટના બની હતી. ધારાસભ્ય મોર્નિંગ વોક પર નીકળ્યા હતા ત્યારે બે શખ્સોએ તેમનો મોબાઇલ ઝૂટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. શહેરના જાગીરપુર વિસ્તારમાં આ ઘટના બની હતી. મોટરસાઇકલ પર આવેલા બંને શખ્સોએ ધારાસભ્યનો મોબાઇલ ઝૂટવી લેવાનો પ્રયાસ કર્યો પરંતુ ધારાસભ્યએ મોબાઇલ પકડી રાખતા તેઓ જમીન પર પટકાયા હતા

  ચીલઝડપના પ્રયાસ બાદ અન્ય વાહનો પર પીછો કરીને બંને શખ્સોને પકડી લેવામાં આવ્યા હતા. બાદમાં બંને આરોપીઓને પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા. જમીન પર પટકાયા બાદ ધારાસભ્ય મુકેશ પટેલને સામાન્ય ઈજા પહોંચી હતી

(12:26 pm IST)