Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ઊંઝામાં ભાજપને ઝટકો :તાલુકા પંચાયતના 13 સભ્યોની કોંગ્રેસમાં ઘરવાપસી

આશાબેન સાથે આવેલા સભ્યોએ ફરી કોંગ્રેસનો હાથ પકડ્યો :હવે ફરી કોંગ્રેસી પ્રમુખ બનાવવાનો દાવો

ઊંઝા ભાજપને જોરદાર ઝટકો લાગ્યો છે પૂર્વ ધારાસભ્ય આશા પટેલ સાથે ભાજપમાં જોડાયેલા  ઊંઝા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના તમામ 13 સભ્યોએ ઘરવાપસી કરી છે. જેથી ઊંઝા તાલુકા પંચાયતમાં ફરી કોંગ્રેસના પ્રમુખ બને તેવા એંધાણ છે.

   આશા પટેલના રાજીનામા બાદ કોંગ્રેસના બળવાખોરોએ ઊંઝા તાલુકા પંચાયતમાં ભાજપની વિચારધારા વાળા અપક્ષ પ્રમુખની નયુક્તિ કરી હતી. પરંતુ કોંગ્રેસના સભ્યોની ઘરવાપસીથી હવે ઊંઝા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની ખેંચતાણ શરૂ થઈ છે.
   ઊંઝા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 13 સભ્યો અને ભાજપના એક અને અપક્ષના 4 સભ્યો ચૂંટાયા હતા.. અપક્ષના ઉમેદવારને પ્રમુખ બનાવ્યા બાદ કોંગ્રેસના સભ્યો ફરીવાર કોંગ્રેસમાં આવ્યા છે. જેમણે આવનારા સમયમાં કોંગ્રેસની વિચારધારા વાળા પ્રમુખને ટેકો આપવાનો દાવો કર્યો છે.

(11:53 pm IST)
  • સુશીલ મોદી રાહુલ પર કરશે માનહાનીનો કેસ : કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સભા ગજવતા કહ્યું હતું કે, મોદી સરનેમ વાળા તમામ ચોર તેવું વિવાદીત નિવેદન પર સુશીલ મોદી રાહુલ વિરૂદ્ધ માનહાનીનો કેસ કરશે access_time 4:01 pm IST

  • તામિલનાડુમાં જબરો રાજકીય ગરમાવો : DMKના લોકસભા ચૂંટણીના થુઠુંકુડી બેઠકના ઉમેદવાર સુ.શ્રી. એમ.કે. કનીમોઝીના ચેન્નાઇ સ્થિત ઠેકાણાઓ પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું સર્ચ ઓપરેશન : રાજકીય ઉથલપાથલના એંધાણ access_time 10:56 pm IST

  • ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા:પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો access_time 1:14 am IST