Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

જૂની અદાવતમાં હનીટ્રેપ:વેપારીને ફસાવી રૂપિયા પડાવવા ષડયંત્ર:મહિલા સહીત ત્રણની ધરપકડ

અમદાવાદ ગ્રામ્ય LCB અને અસલાલી પોલીસના ઓપરેશનમાં હનીટ્રેપ ગેંગ ઝડપાઇ

અમદાવાદ :શહેરના એક વેપારીને જૂની અદાવતમાં હનીટ્રેપમાં ફસાવી બરબાદ કરવાનાં ઈરાદે આરોપીઓએ લાખો રૂપિયા પડાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે ફરિયાદી દ્વારા પોલીસને તમામ માહિતી સમયસર આપવામાં આવતા હનીટ્રેપના ષડયંત્ર ફસાતા બચ્યા હતા અમદાવાદ ગ્રામ્ય LCB અને અસલાલી પોલીસના ઓપરેશનમાં હનીટ્રેપ ગેંગમાં સંડોવાયેલ એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓ ઝડપાયા છે
   પોલીસ ગિરફતમાં બંન્ને આરોપીઓના નામ છે વિમલ મોદી જે પત્રકાર થઇને પૈસા પડાવવાનો ધંધો કરતો હતો. જયારે બીજો પ્રફુલ જોષી વિમલને મદદગારી કરવાનું કામ કરતો હતો. આ આરોપીઓએ એક જબરજસ્ત ષડયંત્ર ઘડ્યું હતું. વેપારીને હની ટ્રેપમાં ફસાવીને રૂપિયા પડાવવાનુ બનાવામાં આવ્યું હતું. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા ભરત પટેલ નામના વેપારીને આર્થિક રીતે બરબાદ કરવા અને સમાજમાં તેની પ્રતિષ્ઠાને ખંડિત કરવા આરોપીઓએ 11 લાખની સોપારી આપી હતી.  

આ સોપારી લીલી વિમલ મોદીએ લીધી હતી અને વિમલ મોદીને આરોપી પ્રફુલ જોશીએ એક લાખ રૂપિયા એડવાન્સ પેટે આપ્યા હતા. એક લાખ રૂપિયા લીધા બાદ વિમલ મોદી દ્વારા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા ભરતભાઈને ટાર્ગેટ કરવામાં આવ્યા. વિમલ મોદીએ એક ભાડૂતી મહિલાને મોહરુ બનાવીને ભરત પટેલ સાથે વોટ્સઅપના માધ્યમથી સંપર્ક કરાવ્યો. રોજ આ નંબર પરથી વાત શરૂ કરીને ધીરે-ધીરે યુવતીએ ભરત પટેલ સાથે મિત્રતા કેળવી અને ફરિયાદી યુવતીના સકંજામાં ફસાઈ ગયો. બાદમાં ભરત પટેલ પાસેથી લાખો રૂપિયા પડાવવાનું ષડયંત્ર શરૂ થયું હતું. પહેલા ૩૦ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી. વેપારી સમજી ગયો કે તે કોઈ ખોટી જગ્યાએ ફસાઈ ગયો છે. જેથી વેપારીએ તમામ હકીકત દર્શાવી પોલીસ પાસે મદદ માગી હતી.

 જ્યારે વેપારીને જાણ થઈ કે તે કોઈ ષડયંત્રનો શિકાર બની રહ્યો છે. ત્યારે તેણે પોલીસ પાસે મદદ માગી અને બાદમાં પોલીસના માર્ગદર્શન પ્રમાણે 11 લાખની સોપારી લઈને ફરિયાદીને પાયમાલ કરવા માટે સક્રિય થયેલી હનીટ્રેપ ગેંગની ગુપ્ત કેમેરાની મદદથી તમામ હકીકતો રેકોર્ડ કરી લીધી. પોલીસે તમામ પુરાવા ઓની પુષ્ટિ કરી અને હની ટ્રેપ ગેંગમાં સંડોવાયેલા આરોપીઓની તપાસ કરવામાં આવી અને પુરાવાના આધારે મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓને ઝડપી લીધા.

 

અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી.એ અને અસલાલી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 11 લાખની સોપારી આપનાર મુખ્ય આરોપી સહિત સોપારી કાંડમા સંડોવાયેલી ગેંગના મુખ્ય આરોપી વિમલ મોદી તથા હનીટ્રેપ માટે રૂપિયા આપીને ઊભી કરવામાં આવેલી યુવતીને પોલીસે ઝડપી લીધી છે. અને વેપારીને આ સોપારી કાંડ અને અંજામ આપતી ટોળકીનો ભોગ બનતા બચાવી લીધો છે. આ કેસમાં હજુ કેટલા આરોપીઓ સંડોવાયેલા છે. અને આવા કેટલા ગુનાને અંજામ આપવામાં સફળ રહી છે. તે જાણવા માટે પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(10:25 pm IST)